________________
૩૦ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
પ્રમાણે કરીને પછી મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધીજનોને ભોજન કરાવ્યું તેઓને ભોજન કરાવ્યા પછી તેઓની સમક્ષ નામકરણના વિષયમાં આ પ્રમાણે કહ્યું- જે દિવસથી આ બાળક ત્રિશલાદેવીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરિત થયું છે, તે દિવસથી અમારા કુળમાં ચાંદી, સોનું ધન, ધાન્ય, માણેક, મોતી, શંખ, પોખરાજ, પ્રવાલ આદિ વસ્તુઓની ઘણી અભિવૃદ્ધિ થઈ રહી છે, તેથી આ કુમારનું ગુણસંપન્ન નામ વર્ધમાન રાખવામાં આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભગવાનના નામકરણની વિધિનું પ્રતિપાદન છે.
નામકરણની વિધિ પહેલા રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીએ પોતાના પ્રિય સ્વજન, પરિજન, મિત્રો તથા શ્વસુરપક્ષના સર્વ સગા સંબંધીઓને તેમજ સર્વ ભિક્ષાજીવીઓને ભોજન કરાવ્યું. સર્વ સ્નેહીજનોને જમાડ્યા પછી સર્વની સમક્ષ વર્ધમાન નામ રાખવાનું પ્રબળ કારણ બતાવીને બાળપ્રભુનું ગુણ નિષ્પન્ન વર્ધમાન નામ આપ્યું.
આ સર્વ કથનથી એ સ્પષ્ટ થાય છે કે પ્રાચીનકાળમાં સુખી સંપન્ન લોકો પોતાના બાળકની નામકરણ વિધિ મોટા સમારોહપૂર્વક કરતા હતા. બાળકના ગુણને જોઈને અર્થાત્ તેની કોઈ વિશેષતાને જોઈને ગુણસંપન્ન નામ રાખતા હતા. ભગવાનનો બાલ્યકાલઃ
९ तओ णं समणे भगवं महावीरे पंचधाइपरिवुडे, तं जहा- खीरधाइए, मज्जणधाईए, मंडावणधाईए, खेल्लावणधाईए, अंकधाईए, अंकाओ अंकं साहरिज्जमाणे रम्मे मणिकोट्टिमतले गिरिकंदरसमल्लीणे व चंपयपायवे अहाणुपुव्वीए संवड्डइ । શબ્દાર્થ - પંજાફપરિવુ = પાંચ ધાવમાતાઓથી ઘેરાયેલા હીરલા = દૂધ પીવડાવનારી, માતાથી માયાફા = સ્નાન કરાવનારી માતાથી મંડાવાયા = વસ્ત્ર, અલંકાર પહેરાવનારી માતાથી હેનાવાયા= ક્રીડા કરાવનારી માતાથી વધા= ખોળામાં રમાડનારી માતાથી એવા અંજે સારિકાના = એક ખોળામાંથી બીજાના ખોળામાં ફરતા ને = રમણીય મણિશોકમતને = મણિ જડેલ આંગણામાં વૃદ્ધિ પામી રહ્યા હતા જરિરસનીખે = પર્વતની ગુફામાં ઉત્પન્ન થયેલ વંથપાયવે = ચંપકવૃક્ષની જેમ ૩ryપુષ્ય સંવ૬ = અનુક્રમે વૃદ્ધિને પામવા લાગ્યા. ભાવાર્થ :- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું પાંચ ધાવમાતાઓ દ્વારા લાલન-પાલન થવા લાગ્યું, જેમ કે- (૧) ક્ષીરધાત્રી- દૂધ પીવડાવનારી માતા, (૨) મજ્જનધાત્રી- સ્નાન કરાવનારી ધાવમાતા, (૩) મંડનધાત્રી- વસ્ત્રાભૂષણ પહેરાવનારી ધાવમાતા, (૪) ક્રીડાધાત્રી- રમાડનારી ધાવ માતા, (૫) અંકધાત્રી- ખોળામાં રમાડનારી ધાવમાતા. આ પ્રમાણે તે એક ખોળામાંથી બીજાના ખોળ માં ફરતા વર્ધમાન કુમાર રમણીય મણિ જડિત આંગણામાં પર્વતની ગુફામાં ચંપકવૃક્ષની જેમ નિર્વિદને ક્રમશઃ વૃદ્ધિ પામવા લાગ્યા. ભગવાનની યુવાવસ્થા :१० तओ णं समणे भगवं महावीरे विण्णायपरिणयए विणियत्तबालभावे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org