________________
અધ્યયન-૧૫
_.
| ૩૦૩ |
अप्पुस्सुयाइं उरालाई माणुस्सगाई पंचलक्खणाई कामभोगाइं सद्द-फरिस-रस-रूव गंधाइं परियारेमाणे एवं च णं विहरइ । શબ્દાર્થ :- નિયપિ = સ્વયં જ વિજ્ઞાનને પ્રાપ્ત થયા વિષયવારમા = બાલભાવને છોડીને યૌવન વયમાં આવ્યા અપુસુથારું = ઉત્સુકતા રહિત અર્થાતુ ઉદાસીનતાથી કરાતા = પ્રધાન રિયાભાગે = ઉપભોગ કરતાં. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બાલ્યાવસ્થાને પાર કરીને વિજ્ઞાનયુક્ત અવસ્થાને પ્રાપ્ત કરીને યુવાવસ્થામાં આવ્યા અને મનુષ્ય સંબંધી ઉદાર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી યુક્ત પાંચ પ્રકારના કામભોગોનો ઉદાસીનભાવથી ઉપભોગ કરતાં વિચરણ કરવા લાગ્યા. ભગવાનના ત્રણ પ્રચલિત નામો:११ समणे भगवं महावीरे कासवगोत्ते, तस्स णं इमे तिण्णि णामधेज्जा एवमाहिज्जति, तं जहा- अम्मापिउसंतिए वद्धमाणे, सहसम्मुइए समणे, भीम भयभेरवं उरालं अचेलयं परीसह सहइ त्ति कटु देवेहिं से णाम कयं समणे भगवं महावीरे । ભાવાર્થ :- કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ત્રણ નામો આ પ્રમાણે કહ્યા છે(૧) માતા પિતાએ આપેલું નામ વર્ધમાન (૨) સહસમુત્પન્ન નામ- દીક્ષા ગ્રહણ કરવાની સાથે પોતે રાખેલું શ્રમણ નામ અને (૩) દેવકૃત નામ- અત્યંત ભયાનક પિશાચાદિના ઉપદ્રવોને તથા અચેલાદિ પરિષહોને સમભાવપૂર્વક સહન કરતા હોવાથી દેવોએ શ્રમણ ભગવાન મહાવીર નામ આપ્યું હતું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભગવાનના ગુણનિષ્પન્ન ત્રણ પ્રચલિત નામનું કથન છે. ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી નગરમાં ધનધાન્યાદિની વૃદ્ધિ થવાથી માતાપિતાએ વર્ધમાન નામ રાખ્યું હતું. દીક્ષા અંગીકાર કરીને સાધનાનો શ્રમ કરતાં હોવાથી ભગવાન સ્વયં પોતાને શ્રમણ કહેતા હતા. ઘોર ભયંકર પિશાચોના ઉપદ્રવ તથા ઠંડી-ગરમી, ભૂખ તરસના વિવિધ પરીષહોને સહન કરતા હોવાથી દેવોએ શ્રમણ ભગવાન મહાવીર નામ આપ્યું. આ રીતે પ્રભુના ત્રણે ય નામો ગુણનિષ્પન્ન હતા. ભગવાનના સ્વજનોના નામ:१२ समणस्स णं भगवओ महावीरस्स पिआ कासवगोत्तेणं । तस्स णं तिण्णि णामधेज्जा एवमाहिज्जति, तं जहा- सिद्धत्थे ति वा सेज्जसे ति वा जसंसे ति वा ।
समणस्स णं भगवओ महावीरस्स अम्मा वासिट्ठसगोत्ता । तीसे णं तिण्णि णामधेज्जा एवमाहिज्जति, तं जहा- तिसला ति वा विदेहदिण्णा ति वा पियकारिणी ति वा ।
समणस्स णं भगवओ महावीरस्स पित्तियए सुपासे कासवगोत्तेणं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org