________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
મેષ્ટિ - શેષ રહેવા પર છઠ્ઠીપોળ - પક્ષની છઠ્ઠી તિથિએ પત્યુત્તરે ખત્તે - હસ્તોત્તાઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ખોળમુવાÄ = ચંદ્ર સાથે યોગ પ્રાપ્ત થવા પર માલિનસિહત્વ પુષુપ્ત પવનવુંદરીય વિસામોષિયવતમાળાઓ = મહાવિજય સિદ્ધાર્થ, પુષ્પોત્તર પ્રધાન, પુંડરીક, દિશા સ્વસ્તિક, વર્ધમાન નામના મહત્ત્વિમાખાઓ - મહા વિમાનમાંથી આણં દેવાયુના કર્મદલિકનો ક્ષય કરીને ભવસ્વપ્ન = દેવભવ પૂર્ણ કરીને નિવાર્ણ = દેવ આયુષ્યકર્મની સ્થિતિનો ક્ષય કરીને સુણ્ = ત્યાંથી ચ્યવન થયું પત્તા - ચ્યવીને સૌદુભવમૂળ = શીઘ્ર ઉત્પત્તિની સન્મુખ થયેલા અખાનેળ = આત્મા દ્વારા નાં વવત = ગર્ભરૂપે ઉત્પન્ન થયા અર્થાત્ ગર્ભમાં આવ્યા.
૨૯૬
=
ભાવાર્થ :- આ અવસર્પિણી કાળનો સુષમસુષમા નામનો પ્રથમ આરો, સુષમા નામનો બીજો આરો અને સુષમદુષમા નામનો ત્રીજો આરો પૂર્ણ વ્યતીત થઈ ગયો અને દુષમસુષમા નામના ચોથા આરાનો અધિકાંશ સમય પસાર થઈ ગયા પછી અર્થાત્ તેના ૭૫ વર્ષ અને સાડા આઠ માસ શેષ રહ્યા હતા ત્યારે, ગ્રીષ્મૠતુના ચોથા માસ અને આઠમા પક્ષ–પખવાડિયામાં, અષાઢ સુદ છઠની રાત્રિના, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો, ત્યારે મહાવિજય સિદ્ધાર્થ પુષ્પોત્તરવર પુંડરીક દિશા સ્વસ્તિક વર્ધમાન નામના મહાવિમાનમાંથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું વીસ સાગરોપમનું દેવાયુ, દેવભવ અને દેવસ્થિતિ પૂર્ણ થયા અને તેમનું, ત્યાંથી ચ્યવન થયું અને આ જબુઢીપના દક્ષિણ ભરત ક્ષેત્રના બ્રાહ્મણકુંડપુર સંનિવેશમાં કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની જાલંધરાયણ ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં શીઘ્ર ઉત્પત્તિની સન્મુખ થયેલા ભગવાનના આત્માનું ગર્ભરૂપે અવતરણ થયું.
=
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગર્ભમાં આવ્યા ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, આ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. તેઓ એ જાણતા હતા કે હું સ્વર્ગથી ચ્યવીને મનુષ્યલોકમાં જઈશ અને હું દેવલોકથી આવીને ગર્ભમાં આવ્યો છું, પરંતુ તેઓ ચ્યવનના સમયને જાણતા નથી કારણ કે વનનો કાળ અત્યંત સૂક્ષ્મ હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીનું દેવલોકમાંથી ચ્યવન થયું, તે સંબંધી વર્ણન છે. સૂત્રકારે ભગવાનના અવતરણ સમયની ચાર સ્થિતિઓનો વિશેષરૂપથી ઉલ્લેખ કર્યો છે– (૧) અવતરણ કાલ (૨) ચ્યવન સ્થાન, (૩) અવતરણ સ્થાન (૪) અવતરણ સમયની શાનદશા.
Jain Education International
અવતરણકાલ ઃ– જૈન શાસ્ત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના છ-છ આરાનું વર્ણન છે. અવસર્પિણી અર્થાત્ સર્વ પદાર્થોના વર્ણાદિનો તેમજ સુખનો ક્રમશઃ હ્રાસ થાય છે, તેવા ઉતરતા કાલના ત્રણ આરા વ્યતીત થઈ ગયા, ચોથા આરાના પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ શેષ રહ્યા હતા ત્યારે ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ આ ચાર માસની ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ અર્થાત્ અષાઢ માસ અને એક માસના બે પક્ષ થાય, તેમાં આગમિક પરંપરા અનુસાર પહેલા કૃષ્ણપક્ષ અને પછી મુક્ત પક્ષની ગણના કરતા ગ્રીષ્મ ઋતુના આઠમા પક્ષમાં એટલે અષાઢ શુક્લપક્ષ અને તેની છઠ્ઠી તિચિ અર્થાત્ અષાઢ સુદ-૬ના દિવસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રભુનું ચ્યવન થયું. આગમિક રીતે માસ અને પક્ષની ગણનામાં પ્રત્યેક માસનો પ્રારંભ કૃષ્ણપક્ષથી થાય અને ત્યાર પછી શુક્લપક્ષ આવે છે. ગુજરાત-મહારાષ્ટ્રની પરંપરા મુજબ માસનો પ્રારંભ શુક્લ પક્ષથી અને ત્યાર પછી કૃષ્ણ પક્ષ આવે છે.
ચ્યવન સ્થાન :– દશમા પ્રાછત દેવલોકના વીસ સાગરોપમના દેવાયુષ્યને પૂર્ણ કરીને દેવ ભવમાંથી
For Private & Personal Use Only
www.jainelibrary.org