________________
અધ્યયન-૧૫
.
[ ૨૯૫ ]
પ્રસ્તુતમાં ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં ગર્ભસાહરણ સહિત છ ઘટનાનો ઉલ્લેખ છે. પ્રભુનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું છે, તેથી તે પ્રસંગને બાદ કરી શેષ પાંચની સંખ્યાનો અહીં ઉલ્લેખ કર્યો છે. જો કે ગર્ભ સાહરણ સમયે ઇન્દ્રોનું આગમન થયું નથી પણ ઇન્દ્રનું આસન ચલાયમાન થયું અને ઇન્દ્રની આજ્ઞાથી હરિર્ઝેગમેષી દેવનું આગમન થયું હતું અને તે સમયે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર હતું, તેથી અહીં નક્ષત્રની સમાનતાના કારણે પાંચ પ્રસંગોમાં તેની ગણના કરવામાં આવી છે.
તીર્થકરોના જન્માદિ સમયે ચંદ્ર સાથે જે નક્ષત્રનો યોગ હોય, તે નક્ષત્ર જન્મ નક્ષત્ર કહેવાય છે. નક્ષત્ર યોગ :- તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના જન્માદિ પ્રસંગે ચંદ્ર સાથે ઉત્તરાફાલ્યુની નક્ષત્રોનો સંયોગ હતો. નક્ષત્રયોગ એટલે તે દિવસે અને તે સમયે આકાશમાં નિરંતર ગમન કરતાં ચંદ્ર અને તે નક્ષત્રના વિમાન કેટલાક સમય સુધી એક સાથે સંચરણ કરે છે ત્યારપછી બંને વિમાનોની ગતિની ભિન્નતાના કારણે તે આગળ પાછળ થઈ જાય છે અને ચંદ્ર સાથે ત્યાર પછીના બીજા નક્ષત્રનો યોગ શરૂ થાય છે. આ રીતે એક પછી એક નક્ષત્રનો ચંદ્ર સાથે પરિભ્રમણનો ક્રમિક સંયોગ પ્રતિદિન બદલાતો રહે છે, તેને નક્ષત્રયોગ કહે છે. પંચ દત્યુત્તરે - હસ્ત નક્ષત્ર જેની ઉત્તરમાં અર્થાત્ પછી છે, તે હસ્તોત્તરા નક્ષત્ર છે. અઠ્ઠાવીસ નક્ષત્રના ક્રમમાં હસ્ત નક્ષત્રની પૂર્વે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર આવે છે. ભગવાન મહાવીરનું ચ્યવન, ગર્ભ, સંહરણ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ આ પાંચે વિશિષ્ટ ઘટનાઓ હસ્તોત્તરા(ઉત્તરા ફાલ્ગની) નક્ષત્રમાં થઈ છે માટે “પંચમસ્તોત્તર’ કહેવાય છે. ભગવાનનું ગર્ભવતરણ:| २ समणे भगवं महावीरे इमाए ओसप्पिणीए सुसमसुसमाए समाए वीइकंताए सुसमाए समाए वीइकताए, सुसमदुसमाए समाए वीइकताए, दुसमसुसमाए समाए बहुवीइकंताए, पण्हत्तरीए वासेहिं मासेहिं य अद्धणवमेहिं सेसेहिं, जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढसुद्धे तस्स णं असाढसुद्धस्स छट्ठीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेणं जोगमुवागएणं, महाविजय-सिद्धत्थ-पुप्फुत्तर- पवरपुंडरीय-दिसासोवत्थियवद्धमाणाओ महाविमाणाओ वीसं सागरोवमाई आउयं पालइत्ता आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं चुए, चइत्ता इह खलु जंबुद्दीवे णं दीवे भारहे वासे दाहिणड्ढभरहे दाहिणमाहणकुंडपुर-संणिवेसंसि उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स देवाणंदाए माहणीए जालंधरायणसगोत्ताए सीहुब्भवभूएणं अप्पाणेणं कुच्छिसि गब्भं वक्कते ।
समणे भगवं महावीरे तिण्णाणोवगए यावि होत्था, चइस्सामि त्ति जाणइ, चुएमित्ति जाणइ, चयमाणे ण जाणइ, सुहुमे णं से काले पण्णत्ते । શબ્દાર્થ :- સુમસુમાણસમાપ = સુષમસુષમા નામનો પહેલો આરો વફા = વ્યતીત થઈ જવા પર સુસમાપ સમા = સુષમા નામનો બીજો આરો અસમતુલન સમા = સુષમદુષમા નામનો ત્રીજો આરો કુમકુમાર સT વઘુવીરતાપ = દુષમસુષમાં નામના ચોથા આરાનો ઘણો સમય પસાર થવા પર પરીપ વાર્દિ = ૭૫ વર્ષ ય = અને નાહિં અવહં = સાડા આઠ મહિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org