________________
૨૯૪
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
પંદરમું અધ્યયન
ભાવના
ભગવાન મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક નક્ષત્ર :
१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे यावि होत्थाहत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वक्कते । हत्थुत्तराहिं गब्भाओ गब्धं साहरिए । हत्थुत्तराहिं जाए । हत्थुत्तराहिं सव्वाओ सव्वत्ताए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । हत्थुत्तराहिं कसिणे पडिपुण्णे अव्वाघाए णिरावरणे अनंते अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे । साइणा भगवं परिणिव्वुए ।
Jain Education International
શબ્દાર્થ ઃપંવહત્યુત્તરે યાવિ હોસ્થા = પાંચ પ્રસંગો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયા હઘુત્તરાäિ વુડ્ = ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દેવલોકથી ચ્યવન થયું વત્તા = ચ્યવીને ગળ્યું વર્તે = ગર્ભમાં ઉત્પન્ન થયા સિળે = સંપૂર્ણ હિપુણે - પ્રતિપૂર્ણ અન્વષાત્ = વ્યાઘાત રહિત સાળા = સ્વાતિ નક્ષત્રમાં પરિખિલ્લુમ્ = મોક્ષને પ્રાપ્ત થયા.
=
ભાવાર્થ :- તે કાલે—અવસર્પિણ કાળમાં, તે સમયે—ચોથા આરાના ૭૫ વર્ષ અને ૮૫ માસ શેષ રહ્યા ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનની પાંચ વિશિષ્ટ ઘટનાઓ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થઈ, જેમ કે– ભગવાન મહાવીર સ્વામી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગર્ભથી ગર્ભાતરરૂપ સંહરણ થયું, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં જ ભગવાન અગાર ધર્મનો તથા સર્વસ્વનો સંપૂર્ણ રીતે ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રુજિત થયા. ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ભગવાનને સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, નિર્વ્યાઘાત, નિરાવરણ, અનંત અને અનુત્તર શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયું. ભગવાન સ્વાતિ નક્ષત્રમાં નિર્વાણ પામ્યાં. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓના નક્ષત્રોનું નિરૂપણ છે. તીર્થંકરોના જન્માદિ પ્રસંગો :– તીર્થંકરોના જીવનમાં મહત્ત્વપૂર્ણ અનેક ઘટનાઓ હોય છે, પરંતુ શ્રી ઠાણાંગસૂત્રના પાંચમા સ્થાનમાં તીર્થંકરોના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણ, આ પાંચ પ્રસંગોને વિશિષ્ટ ઘટના રૂપે ગ્રહણ કરવામાં આવ્યા છે. ગ્રંથકારો આ પાંચે વિશિષ્ટ પ્રસંગોને કલ્યાણક કહે છે. આ પાંચ કલ્યાણકોમાંથી જન્મ, દીક્ષા, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણ, આ ચાર પ્રસંગોની ઉજવણી ૬૪ ઇન્દ્રો અને સામાન્ય દેવ-દેવીઓ કરે છે. દેવોનો આ પ્રકારનો જિતવ્યવહાર છે. તીર્થંકરોના ચ્યવન સમયે એટલે માતાના ગર્ભમાં આવવાના સમયે ઇન્દ્રો આવતા નથી, પરંતુ ચૌદ સ્વપ્નનું ફળ કહેવા સ્વપ્ન પાઠકોનું આગમન થાય છે અને ચ્યવન પ્રસંગથી તીર્થંકરના ભવનો શુભારંભ થાય છે, તેથી શાસ્ત્રોમાં અનેક સ્થળે આ પાંચે ઘટનાઓ અંકિત છે.
For Private Personal Use Only
www.jainelibrary.org