________________
અધ્યયન-૧૫: પરિચય
૨૯૩ |
સાંસારિક સુખ પ્રત્યે વિરક્તિરૂપ ભાવના તે વૈરાગ્યભાવના છે. કર્મબંધ જનક પ્રમાદનું આચરણ ન કરવું, તે અપ્રમાદ ભાવના છે. તે જ રીતે અનિત્યાદિ ૧૨ ભાવનાઓ પણ વૈરાગ્યભાવની પ્રાપ્તિમાં કારણભૂત બને છે.
પ્રસ્તુત અધ્યયનના પૂર્વાદ્ધમાં દર્શનભાવનાને પુષ્ટ કરવા માટે આસન્નોપકારી ભગવાન મહાવીર સ્વામીના ચ્યવનથી લઈને કેવળજ્ઞાન પ્રાપ્તિ પર્યંતના જીવનચરિત્રનું નિરૂપણ કર્યું છે. ઉત્તરાદ્ધમાં ચારિત્રભાવનાને પુષ્ટ કરવા પાંચ મહાવ્રત અને તેની પચીસ ભાવનાઓનું વર્ણન કર્યું છે.
આ રીતે આ અધ્યયન દ્વારા સાધકોને ભગવાનના જીવનચરિત્રના માધ્યમથી સાધનાનો માર્ગ સાધત સ્પષ્ટ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org