________________
[ ૨૯૨ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
પંદરમું અધ્યયના પરિચય 90 229 229 28082082 208 209
આ અધ્યયનનું નામ “ભાવના” છે.
સાધુજીવન માટે ભાવના મહત્ત્વપૂર્ણ અને સશક્ત નાવ છે. માવા નો સિદ્ધ નર્ત નાવા વ આદિયા | -(સૂત્રકૃતાંગ હૃ.૧. અધ્ય. ૧૫. ગાથા.૫) મોક્ષમાર્ગનો મુસાફર ભાવનાની નાવ દ્વારા મોક્ષયાત્રાની મુસાફરી નિર્વિઘ્નતાથી પાર કરી શકે છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આદિ અનુષ્ઠાનો સાથે ભાવના જોડાઈ જાય, ત્યારે સાધક ઉત્સાહ, શ્રદ્ધા અને સંવેગ સાથે સાધનાના રાજમાર્ગ ઉપર ગતિ, પ્રગતિ કરી શકે છે. જો સાધકનું ચિત્ત ભાવનાથી ભાવિત ન હોય તો વિપ્ન, પરીષહ, ઉપસર્ગ કે કષ્ટ આવે ત્યારે જ્ઞાનાદિની સાધનાથી ચલિત થઈ જાય છે. સાધક ભાવનાની અનિવાર્યતાને સ્વીકારીને પોતાના ચિત્તને પ્રશસ્ત ભાવનાથી ભાવિત કરે છે, જેથી તે પોતાની સાધનાથી ચુત થાય નહિ.
ભાવનાના બે પ્રકાર છે– પ્રશસ્ત ભાવના અને અપ્રશસ્ત ભાવના. જીવહિંસા, મૃષાવાદ આદિ પાપ સેવનની વિચારધારા અથવા ક્રોધાદિ કષાયોથી કલુષિત વિચારધારા, તે અપ્રશસ્ત ભાવના છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વૈરાગ્ય આદિમાં લીનતા થવી, તે પ્રશસ્તભાવના છે.
તીર્થકરોના ગુણો તથા પ્રવચનોનું બહુમાન, યુગપ્રધાન આચાર્યો તથા અતિશય ઋદ્ધિમાન તેમજ લબ્ધિવાન મુનિઓ, ચૌદ પૂર્વધારી, કેવળજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની આદિ મુનિવરોના દર્શન, તેઓના ઉપદેશનું શ્રવણ, ગુણોત્કીર્તન, સ્તવન આદિ કરવું, તે દર્શનભાવના છે કારણ કે તેનાથી દર્શનની વિશુદ્ધિ થાય છે.
જીવ, અજીવ, પુષ્ય, પાપ, બંધ, અને બંધના કારણો, બંધનું ફળ, નિર્જરા અને મોક્ષ તત્ત્વનું જ્ઞાન કરવું, આગમનો સ્વાધ્યાય કરવો, વાચના લેવી-આપવી, જિનેશ્વરના પ્રવચનાદિનું ચિંતન કરવું, જ્ઞાનના વિકાસ માટે અભ્યાસમાં લીન બનવું, તેના માટે પુરુષાર્થ કરવો, તે જ્ઞાનભાવના છે.
અહિંસાદિ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશવિધ યતિધર્મ, પાંચ આચાર, નિયમોપનિયમ વગેરેના પાલનની ભાવના કરવી, તે ચારિત્રભાવના છે.
બાહ્ય-આત્યંતર તપનો સ્વીકાર કરી મારા દિવસને ધન્ય કરું-સફળ કરું, તેવી ભાવના કરવી તેમજ તપ માટે અનુકુળ દ્રવ્ય, ક્ષેત્રાદિનો વિચાર કરવો, તે તપભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org