________________
અધ્યયન-૧૪
_.
| ૨૯૧ |
અન્યોન્ય ક્રિયા સાપેક્ષ છે. હું તારી સેવા કરું છું, તું મારી સેવા કરજે.” આ પ્રકારના વ્યવહારમાં ક્યારેક અપેક્ષા પૂર્ણ ન થતાં રાગ-દ્વેષ થાય છે, ક્યારેક પરસ્પરનો અનુરાગ વધી જવાથી સજાતીય વિકાર ભાવ જાગૃત થાય, સુખશીલતા વધી જાય, સ્વાધ્યાય-ધ્યાનમાં સ્કૂલના થાય ઇત્યાદિ દોષોના કારણે અહીં પર ક્રિયાની જેમ અન્યોન્ય કિયાનો પણ નિષેધ છે.
તેમ છતાં ગુરુકુલવાસી સાધર્મિક સાધુઓ ગ્લાન, વૃદ્ધ, તપસ્વી, નવદીક્ષિત સાધુની અગ્લાનભાવે સેવા કરી શકે છે. સ્થવિરકલ્પી સાધુઓ આવશ્યકતા પ્રમાણે પરસ્પર સેવા શુશ્રુષાનો ભાવ રાખે. આ પ્રકારનો સાધુ જીવનનો આચાર છે.
પ્રસ્તુત પ્રસંગમાં વૃદ્ધત્વ, અશક્તિ કે બીમારી આદિ કોઈ પણ કારણ વિના કેવળ શોખથી, અભિમાનથી, આદતથી, મોટાઈ બતાવવાના દષ્ટિકોણથી, બીજાના આગ્રહ કે મોહ ભાવથી તેમજ વિભૂષા વૃત્તિથી પગ દબાવવા વગેરે અનેકાનેક ક્રિયાઓનો સૂત્રકારે નિષેધ કર્યો છે. તેમ છતાં સહવર્તી સાધુઓની સંયમ સાધનામાં સહાયક બનવાની એક માત્ર ભાવનાથી નિસ્પૃહ ભાવે સાધુ કે સાધ્વી પરસ્પર સેવા કરી શકે છે.
એકાકી રહેનાર જિનકલ્પી અથવા પ્રતિમા સંપન્ન અણગારો માટે અન્યોન્ય ક્રિયાનો પ્રસંગે ઉપસ્થિત થતો નથી, તેથી પ્રસ્તુત સૂત્રનો સંબંધ ગચ્છવાસી સ્થવિર કલ્પી સાધુઓ માટે જ છે.
Fi ચૌદમું અધ્યયન સંપૂર્ણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org