________________
૨૯૦ ]
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ચૌદમું અધ્યયન અન્યોન્યક્રિયા સપ્તક
અન્યોન્ય ક્રિયા નિષેધઃ| १ से भिक्खू वा भिक्खुणी वा अण्णमण्णकिरियं अज्झत्थियं संसेइयं णो तं साइए णो तं णियमे । ભાવાર્થ :- સાધુ કે સાધ્વીની અન્યો ક્રિયા(પરસ્પર પાદ પ્રમાર્જનાદિ રૂપ સમસ્ત ક્રિયા) કર્મબંધનું કારણ છે, તેમ જાણીને સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી તે ક્રિયા કરવા પ્રેરિત કરે નહિ.
२ से अण्णमण्णं पायाइं आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो तं साइए णो तं णियमे, सेसं तं चेव । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી(કારણ વિના) પરસ્પર એક બીજાના પગને લૂછી, એકવાર કે વારંવાર સારી રીતે સાફ કરે, તો સાધુ કે સાધ્વી તેને મનથી પણ ઇચ્છે નહિ તેમજ વચન અને કાયાથી તેમ કરવાની પ્રેરણા આપે નહિ. આ અધ્યયનનું શેષ સંપૂર્ણ વર્ણન તેરમા અધ્યયન પ્રમાણે જાણવું જોઈએ. | ३ एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ અન્યોન્યક્રિયાનો ત્યાગ, તે સાધુ કે સાધ્વીના આચારની સામગ્રી-સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે પરક્રિયાના અતિદેશપૂર્વક અન્યોન્ય ક્રિયાનો નિષેધ કર્યો છે.
પરસ્પર બે સાધુ કે પરસ્પર બે સાધ્વીઓ એક બીજાની પરિચર્યા કરે, તે અન્યોન્યક્રિયા છે. અપમUજિરિયં :- સાધને માટે ગુહસ્થ દ્વારા પોતાની કોઈ પણ ક્રિયા કરાવવાનો નિષેધ તેરમા અધ્યયનમાં છે. તે જ રીતે અન્યોન્ય અર્થાત્ સહવર્તી સાધુઓએ પણ પરસ્પર પગ દબાવવા, માલિશ કરવું વગેરે ક્રિયા આવશ્યકતા વિના કરાવવી ન જોઈએ. આ સર્વ ક્રિયાઓ દેહરાગનું પોષણ કરે છે, સાધુની સુખશીલતા વધે છે, સહન શક્તિ ઘટે છે, સ્વાધ્યાય-ધ્યાનનો અમૂલ્ય સમય દેહરાગમાં જ વ્યતીત થઈ જાય છે.
સાધુની સાધના સ્વતંત્ર છે. તે ગચ્છમાં સર્વ સાધર્મિક સાધુઓની સાથે રહે તેમ છતાં સહવર્તી સર્વ સાધુઓની સર્વ અપેક્ષાઓ છોડીને સ્વમાં સ્થિર થવાના લક્ષે જ પુરુષાર્થ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org