________________
અધ્યયન–૧૪ : પરિચય
ચૌદમું અધ્યયન
પરિચય MOM FA200000002gnasasaagado.
આ અધ્યયનનું નામ અન્યોન્ય ક્રિયા સપ્તક છે.
એક સાધુ અન્ય સાધુની અથવા એક સાધ્વી અન્ય સાધ્વીની સેવા કે પરિચર્યા કરે, તે અન્યોન્યક્રિયા કહેવાય છે. આ અધ્યયનમાં તેવા પ્રકારની અન્યોન્યક્રિયાનો નિષેધ કર્યો છે, માટે આ અઘ્યયનનું નામ ‘અન્યોન્યક્રિયા’ છે.
૨૦૯
સાધકના જીવનમાં અન્યોન્યક્રિયાની વૃત્તિ જેટલી વધારે તેટલો તે સાધક પરાવલંબી, પરાશ્રયી, પરાપેક્ષી અને દીન, હીન બની જાય છે.
સાધુ જીવનમાં તેજસ્વિતા, સ્વાવલંબિતા તેમજ સ્વાશ્રયિતા લાવવા માટે આગમોમાં 'સહાય પ્રત્યાખ્યાન’ અને ‘સંભોગ પ્રત્યાખ્યાન’નું કથન છે.
સહાયના પ્રત્યાખ્યાનથી અલ્પેશબ્દ, અલ્પકલહ, અલ્પ પ્રપંચ, અલ્પ કષાય, અલ્પાહંકારી બની સાધક સંયમ અને સંવરની બહુલતાને પ્રાપ્ત કરે છે. – (ઉત્તરાધ્યયન અધ્યયન–૨૯, સૂત્ર–૪૦ તથા ૩૩.)
Jain Education International
સંભોગ પ્રત્યાખ્યાનથી સાધક આલંબનનો ત્યાગ કરીને નિરાલંબી બની મન, વચન, કાયાને આત્મસ્થિત કરે છે. પોતાના લાભમાં સંતુષ્ટ રહે છે, બીજા દ્વારા થતાં લાભની ઇચ્છા કરતા નથી, પરલાભની અપેક્ષા રાખતા નથી, તેની પ્રાર્થના કે ઇચ્છા કરતા નથી, તેથી સાધુઓએ પોતાના સાધર્મી સાધુઓ પાસે તથા સાધ્વીઓએ પોતાના સાધર્મી સાધ્વીઓ પાસે કોઈ પણ પ્રકારની શરીરના અવયવ સંબંધી પરિચર્યા એટલે અન્યોન્ય ક્રિયા મન, વચન, કાયાથી કરાવવી જોઈએ નહીં.
આ અધ્યયનનું કથન સૂત્રકારે તેરમા ‘પરક્રિયા’ અધ્યયનના અતિદેશપૂર્વક કર્યું છે, તેથી પરક્રિયા અધ્યયનમાં ચરણ પરિકર્મ, કાય પરિકર્મ, વ્રણ પરિકર્મ, અર્શ—ભગંદર આદિ સંબંધિત પરિકર્મનું કથન ) સામાન્ય રીતે (૨) અંક–પલિયંકમાં બેસાડીને (૩) આભૂષણો પહેરાવીને (૪) બગીચામાં લઈ જઈને (૫) શુદ્ધ-અશુદ્ધ મંત્ર પ્રયોગ કરીને અને (૬) સચેત કંદ, મૂળ ઉખેડીને પરિચર્યા કરવા રૂપે છે. તે સર્વ વિકલ્પો આ અધ્યયનમાં અન્યોન્ય ક્રિયા રૂપે જાણવા જોઈએ.
܀܀܀܀܀
For Private Personal Use Only
www.jainelibrary.org