________________
૨૮૮ ]
| શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સંક્ષેપમાં સામાન્ય સાધુ-સાધ્વી સ્વયં પોતાની સાધનાને સમજીને પૂર્વકૃત કર્મોને સમભાવથી સહન કરે છે અને અનિવાર્ય પરિસ્થિતિમાં નિર્દોષ ઉપચાર કરે છે. સુખ અને વફા - શુદ્ધ-અશુદ્ધ વચનબળ–મંત્રપ્રયોગ. ચિકિત્સા માટે મંત્ર પ્રયોગ સમયે પાણી, અગ્નિ આદિ છકાય જીવોની વિરાધના રૂપ સાવધ પ્રયોગો કરવા પડે, તે અશુદ્ધ મંત્ર પ્રયોગ છે અને જે મંત્ર પ્રયોગ સમયે કોઈ પણ સાવધ ક્રિયા કરવામાં ન આવે, તે શુદ્ધ મંત્ર પ્રયોગ છે. સાધુ શુદ્ધ કે અશુદ્ધ કોઈપણ મંત્ર પ્રયોગથી ચિકિત્સા કરે નહીં કે કરાવે નહીં. અહીં સંપૂર્ણ ઉદ્દેશકમાં સાધુ માટે આદર્શ માર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમ છતાં સ્થવિરકલ્પી સાધુ અપવાદિક પરિસ્થિતિમાં ક્યારેક વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૫ પ્રમાણે મંત્ર ચિકિત્સા કરાવે તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. નો મહિન-વિલિન - એક વાર કે અનેક વાર લેપ ન કરે. ગુણની અપેક્ષાએ “આલેપ'ના ત્રણ પ્રકાર છે– (૧) વેદનાને શાંત કરનાર (૨) ગૂમડાં વગેરેને પકાવનાર (૩) પરું વગેરે કાઢનાર.
જીવM- એક વાર છેદ કરવો અથવા થોડો છેદ કરવો. વિચ્છ– અનેક વાર છેદ કરવો અથવા સારી રીતે છેદ કરવો. ઉપસંહાર:|४३ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं सहिए समिए सया जए, सेयमिणं मण्णेज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ પરક્રિયાથી વિરતિ સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા-સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
R i તેરમું અધ્યયન સંપૂર્ણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org