________________
૨૭૮
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
તેરમું અધ્યયન
પરિચય songK2I0290,0,0,0,2070200,000,0Rsબેટ
આ અધ્યયનનું નામ પરક્રિયા સપ્તક છે.
પર એટલે સ્વથી ભિન્ન. પ્રસ્તુત અધ્યયન અનુસાર સાધુ માટે ગૃહસ્થ ‘પર’ છે અને ગૃહસ્થો દ્વારા થતી ક્રિયા પરિક્રયા છે.
Jain Education International
સૂત્રકારે વિવિધ વિકલ્પો દ્વારા સાધુને માટે મન, વચન, કાયાથી પરક્રિયાનો નિષેધ કર્યો છે.
સાધુનું જીવન સંપૂર્ણ રીતે સ્વાવલંબી છે. સાધુ પોતાના કાર્યમાં ગૃહસ્થની અપેક્ષા રાખે, તો દોષોની પરંપરાનું સર્જન થાય છે, તેમજ ગૃહસ્થની સેવા લેવાથી સાધુની સુખશીલતાની ભાવના વધે છે. ગૃહસ્થ ભક્તિને વશ થઈને સાધુને શાતા ઉપજાવવાની ભાવનાથી ક્યારેક સાવધક્રિયા પણ કરે છે. આ રીતે સાધુના મહાવ્રતમાં દોષ લાગે છે, તેથી સાધુ માટે ગૃહસ્થ દ્વારા થતી પરક્રિયાનો અહીં નિષેધ છે.
સાધકો પોતાની સાધનામાં દઢતા વધતાં ક્રમશઃ પર વસ્તુ કે પર વ્યક્તિની અપેક્ષાઓ છોડીને પરક્રિયાનો ત્યાગ કરીને સ્વમાં સ્થિર થતાં જાય છે. ધીરે ધીરે અધ્યાત્મ વિકાસ કરતાં ક્રમશઃ ઘાતીકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે અને ત્યારપછી યોગ નિરોધ કરી સંપૂર્ણપણે અક્રિય બનીને સિદ્ધ થાય છે.
For Private
Personal Use Only
www.jainelibrary.org