________________
અધ્યયન-૧૨
_
૨૭૭ ]
(૩) વિવિધ પ્રકારના બીબામાં સોનાદિને ઢાળવાથી આભૂષણોનું સૌંદર્ય વધે છે અને આભૂષણોને ધારણ કરનાર વ્યક્તિ વિશેષ સુંદર લાગે છે. (૪) વસ્ત્રાદિની અનેક પ્રકારની સિલાઈ કરવાથી વસ્ત્ર શોભે છે અને તેને પહેરનાર પણ સુશોભિત લાગે છે. આ રીતે સ્પષ્ટ થાય છે કે વિવિધ પ્રકારના સંસ્કારોથી પદાર્થોની શોભા વધી જાય છે.
લોકના વિવિધ સ્થાનોમાં વિવિધ રૂપો દષ્ટિગોચર થાય છે. સૂત્રકારે શબ્દ સપ્તકના અતિદેશપૂર્વક વિષયનું કથન કર્યું છે, જેમ કે– (૧) ખેતરની ક્યારીઓ, ખાઈઓ આદિના રૂપ (૨) નદીના તટનો ભાગ, સઘન જંગલ,વનાદિના રૂપ (૩) ગામ, નગર, રાજધાની આદિ ક્ષેત્રોના દશ્યો (૪) ઉપવન, ઉદ્યાન, વનખંડ, દેવાલય આદિના રૂપો (૫) અટારી, કિલ્લા, દ્વાર, નગરદ્વાર, રાજમાર્ગ આદિના દશ્યો (૬) નગરના ત્રિકોણ રસ્તાઓ, ચોરા, ચૌટા, અનેક માર્ગ આદિના દશ્યો (૭) ભેંસોને રાખવાની જગ્યા, બળ દને રાખવાની જગ્યા, અશ્વશાળા વગેરે સ્થાનોના રૂ૫ (૮) વિવિધ યુદ્ધ ક્ષેત્રોના દશ્યો (૯) કથા થતી હોય, ઘોડાની રેસ ચાલુ હોય, કુસ્તીના દાવ ખેલાતા હોય આદિ દશ્યો (૧૦) વર-કન્યાનું મિલન સ્થાન(લગ્નમંડપ), અશ્વશાળા આદિ વિવિધ સ્થાનોના દેશ્ય (૧૧) ઝઘડાનું સ્થાન, શત્રુરાજ્ય, રાષ્ટ્ર વિરોધી સ્થાન આદિના રૂપો (૧૨) વસ્ત્રાભૂષણથી શણગારેલી કન્યા, મૃત્યુદંડના અપરાધી કે તેઓની શોભાયાત્રાના દેશ્ય (૧૩) અનેક મહાન્નવના સ્થાનો (૧૪) મહોત્સવના સ્થાનો કે ત્યાં થનારા નૃત્ય આદિ. સાધુ આ સર્વ સ્થાનોના દશ્ય જોવાનો મનમાં વિચાર પણ કરે નહિ.
ચક્ષુરિન્દ્રિયના અસંયમથી અનેક દોષોનું સેવન થાય છે.
(૧) રૂપ તેમજ દશ્યમાન પદાર્થોની લાલસા તીવ્ર થાય છે. (૨) રૂપદર્શન પછી તે પદાર્થની પ્રાપ્તિ માટે અનર્થકારી કાર્યો થાય છે. (૩) સ્વાધ્યાય, ધ્યાન આદિથી મન ચલિત થઈ જાય છે. (૪) ચક્ષુરિન્દ્રિયનો અસંયમ બીજી ઇન્દ્રિયોના વિષયની આસક્તિ વધારે છે. આ રીતે સાધુ અજિતેન્દ્રિય બને છે. (૫) મનોજ્ઞ રૂપના આકર્ષણથી રાગ ભાવ જાગૃત થાય અને તેની સાથે જ અમનોજ્ઞ રૂપ પર દ્વેષ ભાવ થાય છે અને આ રીતે રાગ-દ્વેષની પરંપરા ચાલે છે (૬) રૂ૫ના આકર્ષણથી પતંગિયું સર્વનાશને પામે તેમ સાધુ તેની આસક્તિથી સાધનાથી ભ્રષ્ટ થાય છે. (૭) સાધુનું નૈતિક અને આધ્યાત્મિક પતન થાય છે.
આ રીતે દોષોની પરંપરાને સમજીને સાધુ શાસ્ત્રના સ્વાધ્યાય આદિ ઉપાયો દ્વારા ચક્ષુરિન્દ્રિયના સંયમ માટે હંમેશાં પુરુષાર્થશીલ રહે.
જિબારમું અધ્યયન સંપૂર્ણ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org