________________
૨૭૬
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
'બારમું અધ્યયના
રૂપ સપ્તક
રૂપ દર્શનમાં સંયમ -
१ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई रूवाइं पासइ, तं जहागथिमाणि वा वेढिमाणि वा पूरिमाणि वा संघाइमाणि वा कट्ठकम्माणि वा पोत्थकम्माणि वा चित्तकम्माणि वा मणिकम्माणि वा दंतकम्माणि वा पत्तच्छेज्जकम्माणि वा विविहाणि वा वेढिमाइं; अण्णयराइं वा तहप्पगाराई विरूवरूवाइं चक्खुदंसणपडियाए णो अभिसंधारेज्ज गमणाए ।।
एवं णेयव्वं जहा सद्दपडिमा सव्वा वाइत्तवज्जा रूवपडिमा वि । શબ્દાર્થ – ઘનણિ = ફૂલાદિને ગૂંથીને બનાવેલા સ્વસ્તિકાદિ ઢિમા = વસ્ત્રાદિ વીંટીને બનાવેલી પૂતળી આદિ પૂમિળ = અનેક વસ્તુઓ ભરીને બનાવેલી વિવિધ આકૃતિ, જેમ કે રૂ ભરીને બનાવેલા રમકડા વગેરે સંયાના = અનેક વસ્તુઓના સંઘાતથી બનાવેલા રૂપો વાપરવા = વાજિંત્રોને છોડીને. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના રૂપોને જુએ, જેમ કે– ગ્રથિમ– ફૂલ આદિને ગૂંથીને બનાવેલા સ્વસ્તિક આદિ, વેષ્ટિમ- વસ્ત્રાદિને વીંટીને બનાવેલી પૂતળી આદિ, પૂરિમ– અંદરમાં કોઈ પદાર્થ ભરીને પુરુષાદિની બનાવેલી આકૃતિ, સંઘાતિમ– અનેક પ્રકારના વર્ગોને ભેગા કરીને તેમાંથી બનાવેલી વસ્તુ, કાષ્ઠકર્મ- લાકડામાંથી બનાવેલા રથાદિ, પુસ્તકર્મ- વસ્ત્ર કે તાડપત્રાદિના પુસ્તકો પર બનાવેલા ચિત્ર, ચિત્રકર્મ- દિવાલાદિમાં કરેલા ચિત્રાદિ, મણિકર્મ– વિવિધ મણિઓથી બનાવેલા સ્વસ્તિકાદિ, દંતકર્મ- હાથીદાંતાદિથી બનાવેલા ચૂડલા વગેરે, પત્રછેદન- પાંદડાદિનું છેદન કરી તેમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ, વિવિધ પ્રકારના પદાર્થોને કોતરીને કે વણાટમાં વણીને બનાવવામાં આવેલા પદાર્થોને તથા આ પ્રકારના અન્ય પદાર્થોના રૂપોને જોવાની ઇચ્છાથી સાધુ કે સાધ્વી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
ચાર પ્રકારના વાજિંત્રોને છોડીને શેષ સર્વ વર્ણન “શબ્દ સખક અધ્યયન'ની જેમ જાણવું જોઈએ. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં “શબ્દ સપ્તક અધ્યયનના અતિદેશપૂર્વક સાધુને ચક્ષુરિન્દ્રિય સંયમનું સૂચન કર્યું છે.
સંસારના દશ્યમાન પદાર્થોમાં પ્રિય-અપ્રિય, ઇષ્ટ-અનિષ્ટ બંને પ્રકારના રૂપો હોય છે. પદાર્થો પરિવર્તનશીલ છે, તેથી તેના રૂપમાં પરિવર્તન થાય છે.
ચાર કારણે મનુષ્ય કે વસ્તુનું સૌંદર્ય વધે છે, જેમ કે– (૧) ફૂલોને ગૂંથીને તેની માળા, ગજરા, ગોટા વગેરે બનાવવાથી ફૂલોનું સૌંદર્ય વધે છે અને તેને ધારણ કરનાર વ્યક્તિ પણ સૌંદર્યવાન દેખાય છે. (૨) વસ્ત્રાદિને ઓઢવાથી, પહેરવાથી વ્યક્તિ સુંદર લાગે છે. વિવિધ પ્રકારના પોષાક સૌંદર્યને વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org