________________
અધ્યયન-૧૨
2
[ ૨૭૫]
બારમું અધ્યયન பு/EAA Papapapapapapapapapapapapapapa
આ અધ્યયનનું નામ રૂ૫ સપ્તક છે. ચક્ષુરિન્દ્રિયનો વિષય “રૂપ” છે. સંસારમાં સારા-ખરાબ, પ્રિય-અપ્રિય, ઇષ્ટ-અનિષ્ટ, મનોજ્ઞ-અમનોજ્ઞ આદિ અનેક પ્રકારના રૂપવાન પદાર્થો છે. તે સર્વ રૂપવાન પદાર્થો યથાપ્રસંગે આંખોથી દેખાય છે પરંતુ દશ્યમાન પદાર્થોના રૂપને જોઈને સાધુ, સાધ્વી પોતાના સંયમના અસ્તિત્વને ભૂલીને મનોજ્ઞરૂપમાં આસક્તિ, મોહ, રાગ કરે નહીં અને અમનોજ્ઞ રૂપ જોઈને તેના પ્રત્યે ધૃણા, દ્વેષ, અરુચિ ઉત્પન્ન કરે નહિ. અનાયાસ કોઈ પણ વસ્તુ જોવાઈ જાય તો તેમાં મન જોડે નહિ, તે રૂપોને જોવાની લાલસા, કામના, ઉત્કંઠા, ઉત્સુકતા કે ઇચ્છાથી કોઈ પણ સ્થાને જવાની ઇચ્છા રાખે નહિ.
રાગ-દ્વેષ એ કર્મબંધનના કારણ છે, તેમાં રાગનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે. શાસ્ત્રકારે આ અધ્યયનમાં રાગના ત્યાગની પ્રધાનતાથી વિષયનું વર્ણન કર્યું છે. તેમાં પણ “શબ્દસપ્તક અધ્યયનના અતિદેશપૂર્વક મનોજ્ઞ, પ્રિય, કાંત, મનોહર રૂપોમાં મૂચ્છ, આસક્તિ, લાલસા, રાગ, ગૃદ્ધિ કે મોહભાવથી દૂર રહેવાનું સૂચન કર્યું છે, તેથી તેનું નામ રૂપસપ્તક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org