________________
અધ્યયન-૧૧
૨૭૩ |
१८ से भिक्खू वा भिक्खुणी वा अण्णयराइं विरूवरूवाई महुस्सवाइं एवं जाणेज्जा, तं जहा- इत्थीणि वा पुरिसाणि वा थेराणि वा डहराणि वा मज्झिमाणि वा आभरणविभूसियाणि वा गायंताणि वा वायंताणि वा णच्चंताणि वा हसंताणि वा रमंताणि वा मोहंताणि वा विउलं असणं पाणं खाइम साइमं परिभुजताणि वा परिभाइंताणि वा विछठेमाणाणि वा विग्गोवेमाणाणि वा अण्णयराइं वा तहप्पगाराई विरूवरूवाइ महुस्सवाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्ज
મગ 1 શબ્દાર્થ - વિછ મણિ = આપ-લે કરતા અથવા ફેંકતા વિનોવેમાળ = પ્રસિદ્ધ કરતા હોય તે સમયના શબ્દો તદMIRાડું વિવરવાદું મસવાડું = તથા પ્રકારના વિવિધ મહોત્સવના. ભાવાર્થ :- સાધ કે સાધ્વી અનેક પ્રકારના ઉત્સવોને જાણે કે ઉત્સવમાં સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, બાળક અને યુવાનો આભૂષણોથી વિભૂષિત થઈ ગીત ગાતા હોય, વાજા વાગતા હોય, નાચતા હોય, હસતા, રમતા, ક્રીડા કરતા હોય તથા વિપુલ અશન, પાણી, ખાદિમ, સ્વાદિમનો ઉપભોગ કરતા હોય, પરસ્પર વિભાજન કરતા હોય, આપ-લે કરતા હોય, પરસ્પર પ્રસિદ્ધિ કરતા હોય, તેઓના શબ્દોને તથા તેવા પ્રકારના અન્ય ઘણા મહોત્સવોમાં થતાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સાધુને મનોરંજનના સ્થળોમાં થતાં શબ્દોને સાંભળવાની ઉત્સુકતા ન કરવાનું સૂચન છે. આ સૂત્રોમાં મુખ્ય સાત મનોરંજનના તથા કુતૂહલના સ્થાનો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે(૧) ભેંસ, પાડા આદિ પશુઓનું યુદ્ધ થતું હોય (૨) વર-વધૂને મળવાનું સ્થાન અથવા લગ્નમંડપાદિમાં કે અશ્વ, હસ્તી આદિના સમૂહો જ્યાં એકઠા થતાં હોય (૩) ઘોડાની દોડ-રેસ, કુસ્તી આદિના સ્થાનોમાં તથા નૃત્ય, ગીત, વાજિંત્ર આદિનો જલસો હોય (૪) શત્રુઓનો સંઘર્ષ થતો હોય (૫) કોઈની શોભાયાત્રામાં જયકાર કે ધિક્કારના નાદ થતાં હોય (૬) મહા આશ્રવના સ્થાનોમાં અર્થાત્ કારખાના મિલ વગેરે સ્થાનોમાં, મોટા મેળા વગેરેના સ્થાનોમાં (૭) મોટા મહોત્સવ વગેરે સ્થાનોમાં થતાં શબ્દોને સાંભળવા માટે જવું સાધુ-સાધ્વીને કલ્પતું નથી.
સાંસારિક ઉત્સવોના અને મનોરંજન આદિના શબ્દોના શ્રવણથી ચિત્તમાં મોહભાવ પ્રગટ થાય, વિકાર જાગૃત થાય છે. કોઈના ઝગડા, યુદ્ધ આદિના શબ્દો સાંભળવાથી ચિત્ત ચંચળ બને છે, રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય, ચિત્ત અશાંત બની જાય, સ્વાધ્યાય-ધ્યાનમાં વિદન આવે છે, તેથી સંયમ નિષ્ઠ સાધકે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. મોહજનક કોઈપણ શબ્દોની આસક્તિનો ત્યાગ કરીને પોતાની સાધનામાં સંલગ્ન રહેવું જોઈએ. ઈહલૌકિક-પારલૌકિક શબ્દ સંચમ - १९ से भिक्खू वा भिक्खुणी वा इहलोइएहिं सद्देहिं, परलोइएहिं सद्देहिं, सुएहिं सद्देहि, असुएहिं सद्देहि, दिटेहिं सद्देहिं, अदितुहिं सद्देहि, इटेहिं सद्देहिं, कंतेहिं सद्देहिं णो सज्जेज्जा, णो रज्जेज्जा, णो गिज्झेज्जा, णो मुज्जेज्जा, णो अज्झोववज्जेज्जा।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org