________________
૨૭ર |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
મૃદંગ આદિ વાજિંત્રોના શબ્દો થતાં હોય, આવા સ્થાનોમાં કે આ પ્રકારના અન્ય મનોરંજનના સ્થાનોમાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. १५ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाई सुणेइ, तं जहा- कलहाणि वा डिंबाणि वा डमराणि वा दोरज्जाणि वा वेरज्जाणि वा विरुद्धरज्जाणि वा अण्णयराइ वा तहप्पगाराई सद्दाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે–જ્યાં ઝગડો થતો હોય, સ્વદેશના શત્રુ સૈન્યનો ભય હોય, બીજા રાજ્યના વિરોધી શબ્દો સંભળાતા હોય, બે રાજ્યોમાં પરસ્પર વિરોધી સ્થાન હોય, વેરનું સ્થાન હોય, વિરોધી રાજાઓનું રાજ્ય હોય, ત્યાં થતાં શબ્દોને તથા આ પ્રકારના અન્ય વિરોધી વાતાવરણના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. | १६ से भिक्खू वा भिक्खुणी वा अहावेगयाइं सद्दाइं सुणेइ, तं जहा- खुड्डियं दारियं परिवुडं मंडियालंकियं णिवुज्झमाणिं पेहाए, एगं पुरिसं वा वहाए णीणिज्जमाणं पेहाए, अण्णयराइं वा तहप्पगाराई सद्दाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । શબ્દાર્થ :- ૬ = નાની હરિવં = બાલિકાને રિવરં મંદિયાનંજિયં = પરિવારથી ઘેરાયેલ, આભૂષણોથી મંડિત અને અલંકૃત થયેલી foqજ્ઞમfo = ઘોડા આદિ પર બેસાડીને લઈ જવાતી હાર = જોઈને ાં પુર વા વદ = કોઈ એક અપરાધી પુરુષને = વધ્યભૂમિમાં લઈ જવાતો જોઈને. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દોને સાંભળે, જેમ કે વસ્ત્રાભૂષણોથી શોભિત અને અલંકૃત તથા ઘણા લોકોથી ઘેરાયેલી કોઈ નાની કુમારિકાને ઘોડા આદિ પર બેસાડીને લઈ જવાતી હોય અથવા કોઈ અપરાધી વ્યક્તિને વધ માટે વધસ્થાનમાં લઈ જવાતી હોય તથા અન્ય પણ આ પ્રકારની કોઈ શોભાયાત્રા નીકળતી હોય, તે સમયના જય-જયકારના કે ધિક્કારના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી સાધુ ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. |१७ से भिक्खू वा भिक्खुणी वा अण्णयराई विरूवरूवाई महासवाई एवं जाणेज्जा, तं जहा- बहुसगडाणि वा बहुरहाणि वा बहुमिलक्खूणि वा बहुपच्चंताणि वा अण्णयराइं वा तहप्पगाराई विरूवरूवाइं महासवाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्ज गमणाए । શબ્દાર્થ :- મહાલવા = મહાન આશ્રવના સ્થાનોને વધુ ફળ = ઘણાં ગાડાઓ વહુરાણ = ઘણા રથોના સ્થાન વનિતળિ = ઘણા સ્લેચ્છોના સ્થાન પર્વતાળ = ઘણા સીમાવર્તી લોકો ભેગા થયા હોય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અન્ય વિવિધ પ્રકારના બીજા મહાશ્રવના સ્થાનોને જાણે, જેમ કે– જ્યાં ઘણા ગાડા, રથો, મ્લેચ્છો, સીમાવર્તી ચોર, ડાકુઓ ભેગા થયા હોય તે સ્થાન અથવા તેવા પ્રકારના અનેક મહાસવના સ્થાનોમાં થતાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org