________________
અધ્યયન-૧૧
સાધુ ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં હોય, ગોચરી આદિ માટે પરિભ્રમણ કરી રહ્યા હોય, ત્યારે તેને પ્રિય-અપ્રિય શબ્દો સહજ રીતે સંભળાય છે. તે જ રીતે ક્યારેક વિવિધ વાજિંત્રોના મધુર સૂરો પણ સંભળાય છે, પરંતુ સાધુ મનોજ્ઞ શબ્દ શ્રવણ કરવા માટે કોઈ જગ્યાએ જાય નહીં અને સહજ રીતે સંભળાયેલા શબ્દોમાં પોતાના મનનું અનુસંઘાન કરી રાગભાવ કરે નહીં અને તે સંબંધી વિચારણા પણ કરે નહીં કે આ શબ્દો પ્રિય છે, અપ્રિય છે, સારા છે, નરસા છે. સંગીતની સૂરાવલી વાગતી રહે કે હવે બંધ થઈ જાય, આવા કોઈ પણ પ્રકારના વિકલ્પો કરે નહીં. સાધુ પોતાના સંયમભાવમાં જ લીન રહે.
૨૦૯
તાત્પર્ય એ છે કે કોઈ પણ ઇન્દ્રિયોના વિષયો કર્મબંધનું કારણ નથી પરંતુ વિષયોની આસક્તિ, વિષયોમાં કરેલા રાગ-દ્વેષ કર્મબંધનું કારણ છે. જ્યાં સુધી ઇન્દ્રિયો છે ત્યાં સુધી તેને વિષયોનો સંયોગ સહજ રીતે થાય છે. કાન છે ત્યાં સુધી શબ્દો તો સંભળાવાના, પરંતુ તે શબ્દો સંભળાયા પછી જીવ પોતાના પૂર્વ સંસ્કારવશ તેમાં રાગ-દ્વેષના ભાવો કરે છે. તેનાથી કર્મબંધ થાય છે તેથી સાધુ સતત સાવધાન રહીને શબ્દ શ્રવણ પછી તેમાં રાગ-દ્વેષ કરે નહીં, તે શબ્દોની અભિલાષા કરે નહિ અને પ્રિય શબ્દો સાંભળવા જાય નહિ. વિવધ સ્થાનોમાં શ્રોતેન્દ્રિય સંયમ :
५ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाई सुणेइ, तं जहावप्पाणि वा फलिहाणि वा जाव सराणि वा सागराणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा अण्णयराई वा तहप्पगाराई विरूवरूवाइं सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए ।
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ખેતરની ક્યારીમાં, ખાઈઓમાં યાવત્ સરોવર, સમુદ્ર, સરોવરની પંક્તિ, પંક્તિબદ્ધ જોડાયેલા સરોવરો આદિ વિવિધ સ્થાનોમાં પાણીના ખળ-ખળ વહેવાના શબ્દો અથવા કોઈ વાજિંત્રો વગાડતા હોય તેના શબ્દો, તેમજ તેવા વિવિધ પ્રકારના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
६ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाई सुणेइ, तं जहाकच्छाणि वा णूमाणि वा गहणाणि वा वणाणि वा वणदुग्गाणि वा पव्वयाणि वा पव्वयदुग्गाणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं सद्दाइं कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए ।
ભાવાર્થ: – સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– કચ્છ-બહારથી સંઘન અને અંદર પોલાણ હોય તેવું વન, પ્રછન્ન સ્થાન કે ગુફા, સઘન ઝાડી, વન, વિકટ જંગલ, પર્વત, પર્વતદુર્ગ ઇત્યાદિ પ્રદેશોમાં કે તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં વિવિધ પ્રકારના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ.
Jain Education International
७ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाइं सद्दाइं सुणेइ, तं जहा - गामाणि वा णगराणि वा णिगमाणि वा रायहाणीओ वा आसम-पट्टण-सण्णिवेसाणि वा अण्णयराइं वा तहप्पगाराइं विरूवरूवाइं सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए ।
ભાવાર્થ:
સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ગામમાં, નગરમાં,
For Private Personal Use Only
www.jainelibrary.org