________________
૨૭૦ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
નિગમ-વણિકોના સ્થાનમાં, રાજધાનીમાં, આશ્રમ, પટ્ટણ અથવા સંનિવેશ આદિ સ્થાનોમાં થતાં શબ્દો અથવા ત્યાં વાગતા વાજિંત્રોના શબ્દો કે તથા પ્રકારના વિવિધ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. ८ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाई सुणेइ, तं जहा-आरामाणि वा उज्जाणाणि वा वणाणि वा वणसंडाणि वा देवकुलाणि वा सभाणि वा पवाणि वा अण्णयराइ वा तहप्पगाराई सद्दाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ઉપવનમાં, ઉદ્યાનમાં, વનોમાં, વનખંડોમાં, દેવકુલોમાં, સભામાં, પરબમાં કે અન્ય તથા પ્રકારના સ્થાનમાં થતાં વિવિધ પ્રકારના શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. | ९ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाइं सुणेइ, तं जहाअट्टाणि वा अट्टालयाणि वा चरियाणि वा दाराणि वा गोपुराणि वा अण्णयराई वा तहप्पगाराइं सहाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે- અગાસીમાં, કિલ્લા પરની અટ્ટાલિકામાં, કિલ્લા અને નગરની મધ્યમાં રહેલા માર્ગમાં, દ્વારોમાં, મુખ્ય દરવાજાઓમાં કે તથા પ્રકારના અન્ય વિવિધ સ્થાનોમાં થતાં શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. |१० से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सद्दाइं सुणेइ, तं जहातियाणि वा चउक्काणि वा चच्चराणि वा चउम्मुहाणि वा अण्णयराई वा तहप्पगाराई सद्दाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે- ત્રણ રસ્તા ભેગા થતા હોય તેવા ત્રિકમાં, ચાર રસ્તા ભેગા થતા હોય તેવા ચોકમાં, ઘણા રસ્તા ભેગા થતા હોય તેવા ચત્વરમાં, ચાર મુખવાળા રસ્તામાં કે તથાપ્રકારના અન્ય સ્થાનોમાં થતાં વિવિધ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. ११ से भिक्खू वा भिक्खुणी वा अहावेगइयाई सहाई सुणेइ, तं जहामहिसट्ठाणकरणाणि वा वसभट्ठाणकरणाणि वा अस्सट्ठाणकरणाणि वा हथिट्ठाणकरणाणि वा जाव कविंजलट्ठाणकरणाणि अण्णयराई वा तहप्पगाराइं सहाई कण्णसोयवडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ- સાધુ કે સાધ્વી અનેક પ્રકારના શબ્દો સાંભળે, જેમ કે– ભેંસોને રાખવાના સ્થાનમાં, બળ દોને રાખવાના સ્થાનમાં, અશ્વશાળામાં, ગજશાળામાં વાવ, કપિંજલ-ચાતક આદિ પક્ષીઓના સ્થાનમાં કે તથા પ્રકારના અન્ય સ્થાનોમાં થતાં વિવિધ શબ્દોને સાંભળવાની ઇચ્છાથી ત્યાં જવાનો સંકલ્પ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વિવિધ સ્થાનોમાં થતાં શબ્દો તથા તે તે સ્થાનોમાં ક્યારેક વિવિધ વાજિંત્રોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org