________________
[ ર૬]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
અગિયારમું અધ્યયન પરિચય 90 229 229 28082082 208 209
અધ્યયનનું નામ શબ્દ સપ્તક છે.
શ્રોતેંદ્રિયનો વિષય શબ્દ છે. શબ્દના બે પ્રકાર છે– અનુકૂળ શબ્દો અને પ્રતિકૂળ શબ્દો. સામાન્ય રીતે વ્યક્તિને અનુકૂળ શબ્દ શ્રવણથી રાગ અને પ્રતિકૂળ શબ્દ શ્રવણથી દ્વેષ થાય છે.
સાધકોને માટે ટ્રેષના ત્યાગ કરતાં રાગનો ત્યાગ કઠિન છે, તેથી પ્રસ્તુત અધ્યયનમાં સાધકોને અનુકૂળ શબ્દ શ્રવણથી ઉત્પન્ન થતાં રાગભાવના ત્યાગનો ઉપદેશ આપ્યો છે.
મનોજ્ઞ, કર્ણપ્રિય, સુખકર શબ્દો સાંભળીને મનમાં તે શબ્દ શ્રવણની (૧) ઇચ્છા (૨) લાલસા (૩) આસક્તિ (૪) રાગ (૫) ગૃદ્ધિ (૬) મોહ અને (૭) મૂચ્છ, આ મોહજન્ય સાત પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે. અહીં સાધકોને શબ્દજન્ય સાતે પ્રકારના મોહજન્ય ભાવોના ત્યાગનો ઉપદેશ આપ્યો હોવાથી આ અધ્યયનનું શબ્દ સપ્તક નામ સાર્થક છે.
જ્યાં સુધી શરીર અને ઇન્દ્રિય હોય, ત્યાં સુધી દરેક વ્યક્તિને પ્રિય કે અપ્રિય શબ્દોનું શ્રવણ થાય છે પરંતુ સાધુ શબ્દ સાંભળ્યા પછી તેની પ્રતિક્રિયા રૂપ રાગ કે દ્વેષના ભાવ કરે નહીં, પ્રિય શબ્દ સાંભળવા માટે ઉત્કંઠિત થાય નહીં કે અપ્રિય શબ્દોનો અણગમો કરે નહીં. સાધુ પ્રિય કે અપ્રિય બંને પ્રકારના શબ્દ શ્રવણમાં સમભાવ ધારણ કરે.
- સંક્ષેપમાં સહજ રીતે આવી ગયેલા અને શ્રોતેન્દ્રિય દ્વારા ગ્રહણ થતાં શબ્દોને સાધુ રાગ-દ્વેષરૂપ પ્રતિક્રિયા કર્યા વિના માત્ર સાંભળે. લોક સંજ્ઞા કે કુતૂહલ વૃત્તિથી કોઈ પણ પ્રકારના શબ્દ શ્રવણની લાલસા કરે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org