________________
અધ્યયન-૧૦
| ૨૫ |
(૩) પાપતિ:- સૂક્ષ્મ કે સ્કૂલ, ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવો ન હોય તેવી જીવ રહિત પ્રાસુક ભૂમિમાં સાધુએ પરઠવું જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૪, ગાથા-૧૭, ૧૮માં પરઠવા યોગ્ય ભૂમિનું કથન કર્યું છે.
अणावायमसंलोए, परस्सणुवघाइए। समे अझुसिरे यावि, अचिर कालकयम्मि य ॥ वित्थिण्णे दूरमोगाढे, णासण्णे बिल वज्जिए।
तस पाण बीय रहिए, उच्चाराईणि वोसिरे ॥ જે ભૂમિ (૧) લોકોના આવાગમન રહિત અને કોઈ જોઈ શકતા ન હોય, (૨) લોકોને દુઃખજનક ન હોય, (૩) ઊંચી-નીચી ન હોય અર્થાત્ સમતલ હોય, (૪) પોલાણવાળી ન હોય, (૫) થોડા સમય પહેલાં જ અચેત થઈ ગઈ હોય, (૬) વિસ્તત લાંબી-પહોળી બેસવા યોગ્ય હોય, (૭) નીચે ચાર અંગુલ સુધીની ભૂમિ અચેત થયેલી હોય, (૮) ગામ અથવા લોકોના ઘરોથી નજીક ન હોય, (૯) કીડી વગેરે જીવજંતુઓના દર ન હોય, (૧૦) અન્ય ત્રણ પ્રાણી તથા બીજ વગેરેથી રહિત હોય. આ દશ બોલ યુક્ત ભૂમિ સાધુને પરઠવા યોગ્ય છે.
ઈંડિલ ભૂમિમાં જવાની અનુકૂળતા ન હોય, તેવા સમયે સાધુ એકાંત અને નિર્દોષ સ્થાનમાં જઈને પોતાના માત્રક પાત્રમાં મળ-મૂત્રનો ત્યાગ કરીને, તે ભાજનને લઈને, ઈંડિલ ભૂમિમાં જાય અને ઉપરોક્ત પ્રાસુક અને નિર્દોષ ભૂમિમાં શક્રેન્દ્ર મહારાજની આજ્ઞાપૂર્વક, વિવેક સહિત મળ-મૂત્રને પરઠે.
આ રીતે પરઠવા કે ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો, તે પણ સાધુ જીવનની એક મહત્ત્વની ક્રિયા છે. અયોગ્ય સ્થાને પરડવાથી જીવ વિરાધના, સંયમ વિરાધના, ગંદકી, રોગ ઉપદ્રવ, ધર્મની હીલના વગેરે અનેક દોષોની સંભાવના રહે છે, તેથી જ સૂત્રકારે આ સ્વતંત્ર અધ્યયન દ્વારા પરઠવાની ક્રિયા અને તદ્યોગ્ય ભૂમિ માટે ગંભીર ચિંતનપૂર્વક વિવિધ ઉદાહરણો દ્વારા વિધિ-નિષેધપૂર્વક પ્રતિપાદન કર્યું છે. ઉપસંહાર:२४ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामाग्गियं । जं सव्वटेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ રીતે ઈંડિલ ભૂમિનો વિવેક તે સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે.
* . દસમું અધ્યયન સંપૂર્ણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org