SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૧૦: પરિચય [ ૨૫૫] દસમું અધ્યયન | પરિચય આ અધ્યયનનું નામ ઉચ્ચાર પ્રસવણ સપ્તક છે. ઉચ્ચાર અને પ્રસવણની ક્રિયા એ શારીરિક અનિવાર્ય ક્રિયાઓ છે. ઉચ્ચાર એટલે શરીરમાંથી ઉત્ = પ્રબળ વેગ સાથે જે ટ્યુત-નીકળે છે, તે વડીનીત–મળ વિસર્જનનની ક્રિયા. પ્રસવણ = પ્રકર્ષરૂપથી શરીરમાંથી જે વહે છે, ઝરે છે તે લઘુનીત-મૂત્ર વિસર્જનની ક્રિયા. દુર્ગધયુક્ત મળ-મૂત્રને ગમે ત્યાં નાખવાથી લોકોના સ્વાથ્યને હાનિ પહોંચે, જીવ જંતુઓની વિરાધના થાય, લોકોને સાધુ પ્રત્યે ધૃણા થાય, તેથી મળ-મૂત્રનો ત્યાગ ક્યાં અને કેવી રીતે કરવો? ક્યાં અને કેમ ન કરવો? આ સર્વનો સમ્યક વિવેક હોવો જરૂરી છે, તેથી જ્ઞાની પુરુષોએ આ અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે. સૂત્રકારે અનેક ઉદાહરણો દ્વારા વિધિ-નિષેધ સહિત વિષયને સ્પષ્ટ કર્યો છે, તેથી આ અધ્યયનનું નામ ઉચ્ચાર પ્રસવણ સપ્તક રાખ્યું છે. વિધિપૂર્વક પરઠવાથી પાંચમી સમિતિનું પાલન યથાર્થપણે થાય અને સાધુ છકાય જીવોના રક્ષક થાય તો જ તે જિનાજ્ઞાના આરાધક થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy