________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
સૂત્રકારે શય્યા અધ્યયનમાં સ્થાનની નિર્દોષતાનું કથન કર્યું છે તે જ રીતે અહીં નિષદ્યા ભૂમિની નિર્દોષતાનું કથન છે. નિષાભૂમિ એટલે સ્વાધ્યાય ભૂમિ આધાકર્મ આદિ સર્વ દોષોથી રહિત, પ્રાસુક અને એષણીય હોય, તો જ સાધુ તેને ગ્રહણ કરે છે.
જે સ્થાનના નિર્માણમાં સાધુના નિમિત્તે અનેક જીવોની હિંસા થઈ હોય, જ્યાં અનેક જીવજંતુઓ હોય, પશુ-પક્ષીઓએ પોતાના ઘર બનાવ્યા હોય, તેવું સ્થાન એકાંતમાં હોવા છતાં ત્યાં માનસિક શાંતિ પ્રાપ્ત થતી નથી. કીડી, મકોડા, માખી, મચ્છર વગેરે ક્ષુદ્ર જીવજંતુઓના ઉપદ્રવથી સાધકની એકાગ્રતા ખંડિત થાય છે. સાધુના નિમિત્તે થયેલી આંશિક જીવ હિંસા પણ આત્માને પૂર્ણ શાંતિનો અનુભવ કરાવવા દેતી નથી, તેથી શાસ્ત્રકારે સ્વાધ્યાય ભૂમિ માટે નિર્દોષ, પ્રાસુક અને એષણીય સ્થાનનું સૂચન કર્યું છે. સ્વાધ્યાય ભૂમિમાં સાવધાની :
३ जे तत्थ दुवग्गा वा तिवग्गा वा चडवग्गा वा पंचवग्गा वा अभिसंधारैति णिसीहियं गमणाए ते जो अण्णमण्णस्स कायं आलिंगेज्ज वा, विलिंगेज्ज वा, चुंबेज्ज वा, दंतेहिं वा णहेहिं वा अच्छिदेज्ज वा विच्छिंदेज्ज वा । શબ્દાર્થ:- ટુવા તિવારવા પંચવા વા = બે સાધુ, ત્રણ સાધુ, ચાર સાધુ અથવા પાંચ સાધુ,
૨૫૪
अभिसंधा = જાય.
ભાવાર્થ:સ્વાધ્યાય ભૂમિમાં બે, ત્રણ, ચાર કે પાંચ સાધુઓ એક સાથે જાય, તો એકબીજાના શરીરનું પરસ્પર આલિંગન કરે નહિ, પરસ્પર ચુંબન કરે નહિ તેમજ દાંતોથી કે નખોથી શરીરનું છેદન, વિશેષ છેદન કરે નહિ અર્થાત્ મોહોત્પાદક કે કુતૂહલવૃત્તિની કોઈ પણ ચેષ્ટા કરે નહિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને સ્વાધ્યાય ભૂમિનો દુરુપયોગ ન કરવાનું હિતકારી સૂચન છે.
સાધકની અંતર્મુખ સાધના માટે એકાંત સ્થાન સહાયક બને છે તે જ રીતે કેટલાક કુતૂહલવૃત્તિના સાધકોની તથાપ્રકારની વૃત્તિનું પોષણ પણ એકાંત સ્થાનમાં થઈ શકે છે, તેથી જ સૂત્રકારે સૂચન કર્યું છે કે સ્વાધ્યાય ભૂમિમાં સ્વાધ્યાયને માટે ગયેલા સાધુઓએ પોતાના લક્ષ્યને સતત નજર સમક્ષ રાખી લક્ષ્ય સિદ્ધિ માટે જ અપ્રમત્તપણે પુરુષાર્થશીલ બનવું જોઈએ. ક્યારેક હાસ્ય કે વેદ મોહનીય કર્મનો ઉદય થાય, તોપણ શાસ્ત્રવચનના સહારે તેને નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
४ एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वहिं समिए सहिए सया जसज्जा, सेयमिणं मण्णेज्जासि । त्ति बेमि ।
ભાવાર્થ::- આ નિષધા સંબંધી એષણા વિવેક સાધુ કે સાધ્વીના આચારની સામગ્રી—સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ અને તેને જ શ્રેયસ્કર–કલ્યાણકારી માનીને રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે.
૫ નવમું અધ્યયન સંપૂર્ણ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org