________________
અધ્યયન-૯
૨૫૩
નવમું અધ્યયન નિષીધિકા-નિષધા સપ્લિકા )
નિષધા ભૂમિની શુદ્ધિ - | १ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा णिसीहियं फासुयं गमणाए । से जं पुण णिसीहियं जाणेज्जा-सअंडं सपाणं जाव मक्कडासंताणयं, तहप्पगारं णिसीहियं अफासुयं अणेसणिज्ज लाभे संते णो पडिगाहेज्जा । શબ્દાર્થ - જિનહિ = બેસવાની ભૂમિ, સ્વાધ્યાય કરવા માટે ઉપાશ્રય-સ્વાધ્યાય ભૂમિ રેફસ્લાનિ = હું ભૂમિમાં રહીશ નહીં. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી નિર્દોષ નિષધા-સ્વાધ્યાય ભૂમિમાં જવા ઇચ્છે અને તે સ્વાધ્યાય ભૂમિના વિષયમાં જાણે કે તે સ્થાન વિકસેન્દ્રિય જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તે સ્વાધ્યાય ભૂમિને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. | २ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा णिसीहियं गमणाए, से जं पुण णिसीहियं जाणेज्जा अप्पपाणं अप्पबीयं जाव मक्कडासंताणयं तहप्पगारं णिसीहियं फासुयं एसणिज्ज लाभे संते पडिग्गाहेज्जा ।
एवं सेज्जागमेण णेयव्वं जाव उदयपसूयाणि त्ति । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી નિર્દોષ નિષધા ભૂમિની ગવેષણા કરવા ઇચ્છે અને તે નિષધા ભૂમિના વિષયમાં જાણે કે તે સ્થાન વિકસેન્દ્રિય જીવોના ઈડા, પ્રાણી, બીજથી રહિત યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, તો તે સ્થાનને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો ગ્રહણ કરી શકે છે.
તે જ રીતે યાવતુ તે સ્થાન પાણીમાં ઉત્પન્ન કંદાદિ યુક્ત હોય, તો તે સ્થાન નિષદ્યા-સ્વાધ્યાયાદિ માટે ગ્રહણ કરે નહીં ઇત્યાદિ સર્વ વર્ણન બીજા શય્યા અધ્યયનની સમાન જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વાધ્યાય ભૂમિની ગ્રાહ્યતા-અગ્રાહ્યતાનું સંક્ષિપ્ત નિરૂપણ શય્યા અધ્યયનના અતિદેશ પૂર્વક કર્યું છે.
સ્વાધ્યાય-સ્વનું અધ્યયન. શાસ્ત્રના અધ્યયનના માધ્યમે સાધકે સ્વનું અધ્યયન, આત્મનિરીક્ષણ કરવાનું હોય છે. સાધકના દૈનિક કૃત્યમાં સ્વાધ્યાયનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આવી ઉત્તમ ક્રિયા માટે તેનું સ્થાન ક્રિયાને અનુરૂપ શાંત, એકાંત, સાધકની ચિંતનધારામાં કોઈપણ પ્રકારે અલના ન થાય, એકાગ્રતા જળવાઈ રહે તેવું કોલાહલથી રહિત હોવું જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org