________________
પર
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
નવમું અધ્યયન
પરિચય પોસીએ આજે એમએ પોક્સપરીમેન્ટ
આ અધ્યયનનું નામ ‘નિષીધિકા’ છે. ‘નિષીધિકા' શબ્દ શાસ્ત્રીય પારિભાષિક શબ્દ છે. તેનો સામાન્ય અર્થ બેસવાની જગ્યા અથવા સ્વાધ્યાય ભૂમિ થાય છે.
મૂળપાઠમાં પ્રયુક્ત પૌરિય શબ્દના સંસ્કૃતમાં નિધિન્ના અને નિશીથિા આ બે રૂપ થાય છે. તેમ છતાં નિધિા પદ અધિક પ્રસિદ્ધ હોવાથી આ અધ્યયનનું નામ નિષીધિકા’ છે.
પ્રાકૃત શબ્દકોષમાં નિીધિકા શબ્દના નિશીથિકા, નૈષધિકી આદિ રૂપાંતરો જોવા મળે છે. તથા તેના સ્મશાનભૂમિ, બેસવાની જગ્યા, પાપક્રિયાના ત્યાગની પ્રવૃત્તિ, સ્વાધ્યાય ભૂમિ, આદિ અર્થો પ્રાપ્ત
થાય છે.
અહીં નિીધિકા કે નિશીધિકા, આ બંને શબ્દોનો અર્થ ‘સ્વાધ્યાય ભૂમિ’ થાય છે. જે સ્થાનમાં સર્વ પ્રકારના સાવધ વ્યાપાર, લોકોની ભીડ, કલહ, કોલાહલ, ઘોંઘાટ, રુદન, અશાંતિકારક વાર્તાલાપ, ગંદકી, મળ ત્યાગ, કચરા આદિ નિષિદ્ધ કાર્યોનો નિષેધ હોય તેવી જગ્યા સ્વાધ્યાય માટે યોગ્ય છે અને સ્વાધ્યાય યોગ્ય તે પવિત્ર ભૂમિને નિષીધિકા કહે છે. ત્યાં ચિંતા, શોક, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, મોહોત્પાદક રંગરાગ આદિ કુવિચારોનું વાતાવરણ હોતું નથી, સુવિચારોની ધારા અખંડ રહે, ચિંતનની સ્વસ્થતા અનુભવાય તેવું તે સ્થાન હોય છે.
આ અધ્યયનમાં નિીધિકા-સ્વાધ્યાય ભૂમિ કેવી હોય ? સ્વાધ્યાય માટે કેવી રીતે બેસાય ? ક્યાં બેસાય ? કઈ ક્રિયા ત્યાં ન કરાય ? કઈ ક્રિયા કરાય ? વગેરે સ્વાધ્યાય ભૂમિ સંબંધિત સર્વ ક્રિયાઓનું નિરૂપણ કર્યું હોવાથી, આ અધ્યયનનું નામ ‘નિીધિકા' કે 'નિશીથિકા' સાર્થક છે.
સિદિયાનો બીજો પ્રચલિત અર્થ નિષધા છે. નિષા એટલે બેસવું, બેસવાની ક્રિયા વિવિધ આસનથી થઈ શકે છે.
Jain Education International
આઠમા અધ્યનનમાં ઊભા રહેવાની પ્રતિજ્ઞાવાળા વિશિષ્ટ સાધકના અવગ્રહ ગ્રહણ અને તેની ચાર પ્રતિમા સંબંધી વર્ણન છે. પ્રસ્તુત અધ્યયનમાં બેસવાની પ્રતિજ્ઞાવાળા સાધકના અવગ્રહ ગ્રહણ આદિનું કથન છે. તે સાધક દિવસ અને રાત્રિનો સમય પ્રાયઃ બેસીને સ્વાધ્યાય-ધ્યાનમાં વ્યતીત કરે છે. તે સાધકને સૂવાનો સંપૂર્ણ ત્યાગ હોય છે, પરંતુ સંયમી જીવનની આવશ્યક પ્રવૃત્તિઓ માટે ઊભા થઈ શકે છે અને ઊભા રહી પણ શકે છે. આ રીતે આ અઘ્યયનના વિષયમાં નિષદ્યાની પ્રધાનતા છે.
બંને અધ્યયનોમાં અવગ્રહ-સ્થાન ગ્રહણ સંબંધી વિસ્તૃત સૂત્રો માટે શય્યા અધ્યયનનો અતિદેશ કર્યો છે અર્થાત્ બીજા શય્યા અધ્યયનમાં કક્ષા પ્રમાણે જ ગ્રાહ્ય-અગ્રા શય્યાઓ(રહેવાના સ્થાનો) સમજવી.
܀܀܀܀܀
For Private & Personal Use Only
www.jainelibrary.org