________________
૨૪૮ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
આઠમું અધ્યયન
સ્થાન સપ્તિકા
જીવ-જંતુયુક્ત સ્થાન ગ્રહણનો નિષેધ - | १ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा ठाणं ठाइत्तए । से अणुपविसेज्जा गामं वा णगरं वा जाव रायहाणिं वा । से अणुपविसित्ता गामं वा जाव रायहाणिं वा से जं पुण ठाणं जाणेज्जा सअंडं जाव मक्कडासंताणयं, तं तहप्पगारं ठाणं अफासुयं अणेसणिज्जं लाभे संते णो पडिगाहेज्जा । एवं सेज्जागमेण णेयव्वं जाव उदगपसूयाई ति । શબ્દાર્થ :- મવાળા = ઇચ્છે ટામાં રાહત્તા = કાયોત્સર્ગમાં સ્થિર થવાની. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી કોઈ સ્થાનમાં રહેવા ઇચ્છે તો તે ગામ, નગર યાવતુ રાજધાનીમાં પ્રવેશ કરે અને જાણે કે તે સ્થાન ઈડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તે પ્રકારનું સ્થાન પ્રાપ્ત થવા છતાં અપ્રાસુક અને અષણીય જાણીને ગ્રહણ કરે નહિ. તે જ રીતે પાવતુ તે સ્થાન પાણીમાં ઉત્પન્ન થયેલા કંદાદિથી યુક્ત હોય તો તે સ્થાનને ગ્રહણ કરે નહીં ઇત્યાદિ સર્વ વર્ણન બીજા શàષણા અધ્યયનની સમાન જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને કલ્પનીય-અકલ્પનીય સ્થાનનું વર્ણન શàષણા અધ્યયનના અતિદેશપૂર્વક છે. તે સર્વ સૂત્રનો સંક્ષિપ્ત ભાવ આ પ્રમાણે છે(૧) સાધુ જીવ-જંતુઓથી યુક્ત સ્થાનમાં રહે નહીં. (૨) એક કે અનેક સાધર્મિક સાધુ કે સાધ્વીઓના ઉદ્દેશ્યથી સમારંભ પૂર્વક બનાવેલા, ખરીદેલા, ઉધાર લીધેલા, અન્ય પાસેથી ઝૂંટવી લીધેલા વગેરે દોષયુક્ત સ્થાન પુરુષાંતરકૃત હોય કે અપુરુષાંતરકૃત હોય; માલિકે પોતાના ઉપયોગમાં લીધું હોય કે ન લીધું હોય, સાધુ તે સ્થાનમાં રહે નહિ. (૩) ઘણા શ્રમણાદિના ઉદ્દેશથી બનાવેલા ઔદ્દેશિક દોષયુક્ત સ્થાનમાં રહે નહિ. (૪) સાધુ માટે સંસ્કારિત કે પરિકર્મિત કરેલા સ્થાનમાં રહે નહિ. (૫) સાધુ માટે દરવાજો નાનો કે મોટો બનાવે યાવતુ ભારે વસ્તુઓની ફેરવણી કરે, તો તેવા સ્થાનમાં રહે નહિ. (s) સાધુને રહેવા માટે કંદમૂળ, લીલોતરી આદિની હેર-ફેર કરે, તો તેવા સ્થાનમાં સાધુ રહે નહિ.
પરંતુ સામાન્ય રીતે કોઈના નામ નિર્દેશ કે ગણના કર્યા વિના આગંતુક સંન્યાસીઓ આદિને રહેવા માટે બનાવેલા કે સંસ્કારિત કે પરિકર્મિત કરેલા સ્થાનો પુરુષાંતકૃત થઈ જાય, ત્યાર પછી સાધુ તેમાં રહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org