________________
અધ્યયન-૭: ઉદ્દેશક-૨
| ૨૪૫]
(૪) ચોથી પડિમા પરિહાર તપ કરનારા શ્રમણ કે નવમા, દસમા પ્રાયશ્ચિતનું વહન કરનારા સાધુઓની હોય છે. તેમાં સાધુ સંકલ્પ કરે કે હું મારા માટે જ અવગ્રહની યાચના કરીશ, બીજા માટે અવગ્રહની યાચના કરીશ નહીં. તે સાધુઓ સાથે અન્ય સાધુ રહી શકતા નથી કારણ કે તેઓના પ્રાયશ્ચિત્ત કાલમાં આ મર્યાદા હોય છે. તેઓ જરૂર પડે તો, આચાર્યના મકાનમાં રહી શકે છે. (૫) પાંચમી પડિમા જિનકલ્પી કે પ્રતિમાધારક સાધુની હોય છે. તેઓને અન્ય સાધુઓ સાથે મકાન સંબંધી વ્યવહાર હોતો નથી, માટે તેવો કોઈ પણ સાધુ માટે અવગ્રહ ગ્રહણ કરતા નથી અને બીજા સાધુના ગ્રહણ કરેલા સ્થાનમાં રહેતા પણ નથી. (૭) છઠ્ઠી-સાતમી પડિમા શàષણા અધ્યયન પ્રમાણે જ છે અને સૂત્રથી સ્પષ્ટ છે. તેને કોઈ પણ સાધુ ગ્રહણ કરી શકે છે. અવગ્રહના પાંચ પ્રકાર :१५ सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं पंचविहे ओग्गहे पण्णत्ते, तं जहा- देविंदोग्गहे, रायोग्गहे, गाहावइओग्गहे, सागारियओग्गहे, साहम्मियओग्गहे । ભાવાર્થ :- હે આયુષ્યમાન શિષ્ય! મેં તે ભગવાન પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છે કે આ જિન પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ પાંચ પ્રકારના અવગ્રહ કહ્યા છે, જેમ કે– (૧) દેવેન્દ્રનો અવગ્રહ (૨) રાજાનો અવગ્રહ (૩) ગૃહસ્થનો અવગ્રહ (૪) સાગારિકનો અવગ્રહ (૫) સાધર્મિકનો અવગ્રહ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પાંચ પ્રકારના અવગ્રહનું કથન છે. અવગ્રહ :- સ્થાન કે વસ્તુના જે સ્વામી હોય, તેમની આજ્ઞાપૂર્વક તે વસ્તુ કે તે સ્થાન ગ્રહણ કરવું, તેને અવગ્રહ કહે છે. સ્વામીની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર છે. (૧) દેવેન્દ્રનો અવગ્રહ:- દક્ષિણ લોકાર્બ અને ઉત્તર લોકાર્બ પર ક્રમશઃ શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રનું આધિપત્ય છે. તે તે ક્ષેત્રોમાં રહેલી નધણીયાતી વસ્તુ માટે તેની આજ્ઞા લેવી, તે દેવેન્દ્ર અવગ્રહ છે. જેમ કે સાધુ-સાધ્વી વિહાર કરતાં વૃક્ષની નીચે આદિ કોઈપણ સ્થાનમાં વિશ્રાંતિ લેવા બેસે, શૌચ ક્રિયા માટે જાય, ત્યારે શક્રેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને બેસે છે, આ દેવેન્દ્ર અવગ્રહ છે. (૨) રાજાનો અવગ્રહ:- ભરતાદિ ક્ષેત્રના છ ખંડ પર ચક્રવર્તીનું સ્વામિત્વ હોય છે, તેથી તે ક્ષેત્રોમાં તેમની આજ્ઞા લઈને વિચરણ કરવું, તે રાજાનો અવગ્રહ છે. (૩) ગાથાપતિ અવગ્રહ :- ગૃહસ્વામીની કોઈ પણ વસ્તુ કે મકાનના કોઈ પણ વિભાગ આદિની અથવા ઈંડિલ ભૂમિની આજ્ઞા લેવી, તે ગૃહપતિ અવગ્રહ છે. (૪) સાગારિક અવગ્રહ:- જેના મકાનમાં સાધુ રહ્યા છે, તે મકાનમાં રહેલા શય્યા સંસ્કારકે ઈંડિલ ભૂમિ અથવા અન્ય પદાર્થોની આજ્ઞા લેવી તે સાગારિક અવગ્રહ છે. (પ) સાધર્મિક અવગ્રહ :- સહવર્તી સાધર્મિક શ્રમણોની વસ્તુઓને પરસ્પર આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવી, તે સાધર્મિક અવગ્રહ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org