________________
૨૪૪ |
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
અનુસાર અવગ્રહની યાચના કરે અને તે ક્ષેત્ર કાલ સંબંધી ગૃહસ્થની કહેલી મર્યાદામાં જ રહે વગેરે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ પ્રથમ પડિમા છે. (૨) બીજી પડિમા આ પ્રમાણે છે- સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું બીજા સાધુઓને માટે અવગ્રહની યાચના કરીશ અને બીજા સાધુઓ દ્વારા યાચના કરેલા અવગ્રહ-ઉપાશ્રયમાં પણ રહીશ. આ બીજી પડિમા છે. (૩) ત્રીજી પડિમા આ પ્રમાણે છે- સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું બીજા ભિક્ષુઓ માટે અવગ્રહની યાચના કરીશ પરંતુ બીજા ભિક્ષુ દ્વારા યાચના કરેલા અવગ્રહ-ઉપાશ્રયમાં રહીશ નહિ. આ ત્રીજી પડિમા છે. (૪) ચોથી પડિમા આ પ્રમાણે છે- સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું બીજા સાધુઓ માટે અવગ્રહની યાચના કરીશ નહીં પરંતુ બીજા સાધુ દ્વારા યાચના કરાયેલા અવગ્રહ-ઉપાશ્રયમાં રહીશ. આ ચોથી પડિમા છે. (૫) પાંચમી પડિમા આ પ્રમાણે છે- સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું મારા પ્રયોજન માટે જ અવગ્રહની યાચના કરીશ, પરંતુ બીજા બે, ત્રણ, ચાર કે પાંચ સાધુઓ માટે અવગ્રહની યાચના કરીશ નહિ. આ પાંચમી પડિમા છે. (૬) છઠ્ઠી પડિમા આ પ્રમાણે છે- સાધુ આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું જે સ્થાનની યાચના કરીશ તે અવગૃહીત સ્થાનમાં જ ઇક્કડ ઘાસ યથાવત્ પરાળ આદિ શય્યા, સંસ્કારક હશે, તો તેને ગ્રહણ કરી, પાથરીને ઉપયોગ કરીશ. કદાચ તે સ્થાનમાં શય્યા-સંસ્તારક નહીં હોય તો ઉકકડુ, આસનથી અથવા નિષધા-પલાંઠી આદિ આસનથી બેસીને રાત્રિ પસાર કરીશ. આ છઠ્ઠી પડિમા છે. (૭) સાતમી પડિમા આ પ્રમાણે છે- સાધુ કે સાધ્વી આ પ્રકારનો અભિગ્રહ કરે છે કે હું જે જગ્યાની આજ્ઞા લઈને રહીશ તે સ્થાન પર જો પૃથ્વીશિલા, કાષ્ઠશિલા તથા પરાળાદિ પાથરેલા હશે, તો તેનો ઉપયોગ કરીશ, પરંતુ સહજ પાથરેલા સંસ્કારક કે પૃથ્વીશિલા આદિ નહીં હોય, તો ઉકકડુ આસનથી કે નિષધા આસનથી બેસીને રાત્રિ પસાર કરીશ. આ સાતમી પડિમા છે.
સાધુ પોતાની શક્તિ અને પરિસ્થિતિનો વિચાર કરીને આ સાત પ્રકારની પડિમાઓમાંથી કોઈ પણ પડિમાં ધારણ કરી શકે છે. તેમાં પોતાની પડિમાને ઉત્કૃષ્ટ અને બીજા સાધુની પડિમાને હીન માને નહીં. વગેરે પિડેષણા અધ્યયનની જેમ જાણવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અવગ્રહ વિષયક સાત પડિમાઓનું સ્વરૂપ દર્શાવ્યું છે. (૧) પ્રથમ પડિમા સર્વ સાંભોગિકોની સામાન્ય છે. આ પડિયામાં ધર્મશાળા આદિ સ્થાનોમાંથી અમુક ચોક્કસ પ્રકારનો ઉપાશ્રય જ ગ્રહણ કરવાનો સંકલ્પ કરે છે. (૨) બીજી પડિમા ગચ્છમાં રહેલા સાંભોગિક સાધુઓની તથા શાસ્ત્રાનુસાર વિહાર કરનાર અન્ય ગચ્છના સાધુઓની છે. સાધુ સંકલ્પ કરે છે કે હું બીજા સાધુઓ માટે અવગ્રહની યાચના કરીશ અને બીજાએ ગ્રહણ કરેલા અવગ્રહમાં પણ રહીશ. (૩) ત્રીજી પડિમા સહાય પચ્ચખ્ખાણ આદિ રૂપે અભિગ્રહ કરનારાઓની હોય છે. તેમાં સાધુ સંકલ્પ કરે કે હું બીજા સાધુઓ માટે અવગ્રહની યાચના કરીશ પરંતુ બીજાએ ગ્રહણ કરેલા અવગ્રહમાં રહીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org