________________
૨૪૦]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય ક્ષતસ્કંધ
| ६ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा अंबभित्तगं वा अंबपेसियं वा अंबचोयगं वा अंबसालगं वा अंबडालगं वा भोत्तए वा पायए वा । से जं पुण जाणेज्जा- अंबभित्तगं वा जाव अंबडालगं वा; सअंडं जाव संताणगं; अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- સંમત્ત = કેરીનો અર્ધો ભાગ ગ્રંવસિયં = કેરીની ચીર સંવવો = કેરીની છાલ સંવનન = કેરીનો રસ અંદાત્ત = કેરીના ટુકડા. ભાવાર્થ :- સાધુ કે સાધ્વીને કેરીનો અર્ધો ભાગ, કેરીની ચીર, કેરીની છાલ, કેરીનો રસ કે નાના ટુકડા વગેરે ખાવા કે પીવાની ઇચ્છા થાય, પરંતુ તે જાણે કે કેરીનો અર્ધો ભાગ યાવતુ ટુકડા વિકલેન્દ્રિય જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી યુક્ત છે, તો તેને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. | ७ से भिक्खु वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा- अंबभित्तगं वा जाव अंबडालगं वा; अप्पंडं जाव संताणगं, अतिरिच्छच्छिण्णं अवोच्छिण्णं अफासुयं जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે કેરીનો અર્ધો ભાગ યાવતુ નાના ટુકડા, વિકલેન્દ્રિય જીવોના ઈંડા થાવત્ કરોળિયાના જાળાથી રહિત છે, પરંતુ તેના તિરછા ટુકડા થયેલા નથી અર્થાત્ તે સુધારેલી નથી, તેના નાના ટુકડા થયેલા નથી, તો તેને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. |८ से भिक्खु वा भिक्खुणी वा से जं पुण जाणेज्जा- अंबभित्तगं वा जाव अंबडालगं वा; अप्पंडं जाव संताणगं, तिरिच्छच्छिण्णं वोच्छिण्णं फासुयं जाव पडिगाहेज्जा । ભાવાર્થ:- સાધુ કે સાધ્વી જાણે કે કેરીનો અર્ધો ભાગ યાવત તેના નાના ટુકડાઓ વિકસેન્દ્રિય જીવોના ઈડા યાવત કરોળિયાના જાળાથી રહિત છે, તેના તિરછા ટુકડા પણ કરેલા છે અર્થાતુ તે સુધારેલી છે, તેના નાના ટુકડા કરેલા છે, તો તથા પ્રકારની કેરી પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો ગ્રહણ કરી શકે છે. | ९ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा उच्छुवणं उवागच्छित्तए । जे तत्थ ईसरे जाव उग्गहियंसि एवोग्गहियंसि । अह भिक्खू इच्छेज्जा उच्छु भोत्तए वा पायए वा, से जं उच्छं जाणेज्जा- सअंडं जाव णो पडिगाहेज्जा । अतिरिच्छच्छिण्ण तहेव, तिरिच्छच्छिण्णे वि तहेव । ભાવાર્થ :- સાધુ કે સાધ્વીને શેરડીના વનમાં રહેવાની આવશ્યકતા ઊભી થાય, તો તે તેના માલિક કે અધિકારીની વિધિપૂર્વક આજ્ઞા ગ્રહણ કરે. આજ્ઞા પ્રાપ્ત કરીને ત્યાં રહ્યા પછી તે સાધુને જો શેરડી ખાવાની કે રસ પીવાની ઇચ્છા થાય અને તે જાણે કે શેરડી વિકસેન્દ્રિય જીવોના ઈડા યાવત કરોળિયાના જાળાથી યુક્ત છે, તો ગ્રહણ કરે નહીં. જો શેરડી વિકસેન્દ્રિય જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે પરંતુ સુધારેલી નથી તો પણ ગ્રહણ કરે નહિ. જો શેરડી વિકસેન્દ્રિય જીવોના ઈંડા આદિથી રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org