________________
| અધ્યયન-૭: ઉદ્દેશક-ર
ર૩૯ |
પ્રતિકૂળ વ્યવહાર કરે નહીં. આ વાક્યથી સૂત્રકારે સાધુને નૈતિક કર્તવ્યોના પાલન માટે વિશેષ પ્રકારે સાવધાન કર્યા છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે– (૧) સાધુ તે સ્થાનને ખરાબ કરે નહિ, કચરો જ્યાં ત્યાં નાખે નહિ (ર) મળ-મૂત્રાદિ પરઠવામાં પણ અત્યંત વિવેકથી કામ કરે (૩) મકાન કે જગ્યાને સ્વચ્છ રાખે (૪) મકાનમાં ભાંગફોડ કરે નહિ (૫) જોર-જોરથી અવાજ કરે નહિ કે આરામના સમયે અવાજ કરી શાંત વાતાવરણને અશાંત કરે નહિ (૬) અન્ય ધર્મ સંપ્રદાયના સંતો સાથે વાદ-વિવાદ કરે નહીં. સંક્ષેપમાં સાધુ અન્ય મતના શ્રમણો સાથે શાસનની મહત્તા વધે, તે રીતે વિવેકપૂર્વકનો વ્યવહાર કરે. આંબાવાડી આદિમાં સાધુનો વિવેક:| ३ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा अंबवणं उवागच्छित्तए । जे तत्थ ईसरे, जे तत्थ समहिट्ठाए; ते ओग्गहं अणुण्णवेज्जा- काम खलु जाव विहरिस्सामो ।
से किं पुण तत्थ ओग्गहंसि एवोग्गहियंसि ? अह भिक्खू इच्छेज्जा अंबं भोत्तए । से जं पुण अंबं जाणेज्जा- सअंडं जाव ससंताणगं तहप्पगारं अंबं अफासुयं जाव णो पडिगाहेज्जा । ભાવાર્થ:- સાધુ કે સાધ્વીને આમ્રવનમાં રહેવાની આવશ્યકતા ઊભી થાય તો તે આંબાવાડીના સ્વામી કે તેના અધિષ્ઠાતા પાસે તે સ્થાનની વિધિપૂર્વક આજ્ઞા ગ્રહણ કરે કે હે આયુષ્યમાન ! આપની આજ્ઞા પ્રમાણેના સમય સુધી, તેટલા ક્ષેત્રમાં આપના આમ્રવનમાં અમો રહેશું. તે સમયમાં અમારા સાધર્મિક સાધુઓ આવી જાય, તો તેઓ પણ તે નિયમ અનુસાર અમારી સાથે રહેશે. આ રીતે અમો સર્વે આપની આજ્ઞા પ્રમાણે મર્યાદામાં જ રહેશું.
આજ્ઞા પ્રાપ્ત કરીને ત્યાં રહ્યા પછી જો સાધુને કેરી ખાવાની ઇચ્છા થાય અને જો તે કેરી વિકલેન્દ્રિય જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળાયુક્ત હોય, તો તથા પ્રકારની કેરીને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને ગ્રહણ કરે નહિ.
४ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण अंबं जाणेज्जा- अप्पंडं जाव संताणगं, अतिरिच्छछिण्णं, अव्वोच्छिण्णं; अफासुयं जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ – તિછિછvi = તિરછા ટુકડા કર્યા નથી, સુધારેલી નથી અબ્બોઝિvi = જીવ રહિત નથી. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આંબાવાડીમાં કેરી છે, તે વિકસેન્દ્રિય જીવોના ઈડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે પરંતુ તેના તિરછા ટુકડા કર્યા નથી, નાના ટુકડા કર્યા નથી અર્થાત્ કેરી આખી છે, તો તેને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
५ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण अंबं जाणेज्जा- अप्पंडं जाव असंताणग; तिरिच्छछिण्णं, वोच्छिण्णं, फासुयं जाव पडिगाहेज्जा । ભાવાર્થ- સાધુ કે સાધ્વી જાણે કે કેરી ઈડા યાવત કરોળિયાના જાળાથી રહિત છે અને તેના તિરછા ટુકડા કર્યા છે, નાના ટુકડા કર્યા છે, તે ગોઠલીથી રહિત છે, તો તેને પ્રાસુક અને એષણીય જાણીને ગ્રહણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org