________________
૨૩૮ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
છે.99.95 સાતમું અધ્યયન: બીજે ઉદ્દેશક
ધર્મશાળાદિ જાહેર સ્થાનમાં અવગ્રહ વિધિઃ| १ से आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा अणुवीइ ओग्गहं जाएज्जा । जे तत्थ ईसरे जे तत्थ समहिट्ठाए ते ओग्गह अणुण्णवेज्जा । कामं खलु आउसो ! अहालंद अहापरिण्णायं वसामो, जाव आउसो, जाव आउसंतस्स उग्गहे, जाव साहम्मिया, एतावताव ओग्गह ओगिण्हिस्सामो, तेण परं विहरिस्सामो । શબ્દાર્થ :- તેવું = તેમાં જ, તે મર્યાદામાં જ વિરસાનો = રહેશું. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ધર્મશાળા, વિશ્રામગૃહ, ગૃહસ્થનું ઘર કે પરિવ્રાજકોના આશ્રમ આદિ સ્થાનોમાં જઈ, તે સ્થાનનું નિરીક્ષણ કરી વિચારપૂર્વક અવગ્રહની યાચના કરે. તે સ્થાનના માલિક કે અધિષ્ઠાતા પાસેથી સ્થાનની આજ્ઞા ગ્રહણ કરે અને તેમને કહે કે તું આયુષ્યમાન ગૃહસ્થ ! તમારી ઇચ્છાનુસાર તમો જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રમાં રહેવાની આજ્ઞા આપશો તેટલા સમય સુધી અને તેટલા ક્ષેત્રમાં અમો રહેશું. અમારા જેટલા સાધર્મિક સાધુ અહીં આવશે, તેઓ અને અમે બધા તેટલા જ સ્થાનમાં વિચરણ કરશું, તે મર્યાદામાં જ રહેશું. | २ से किं पुण तत्थ ओग्गहंसि एवोग्गहियंसि ? जे तत्थ समणाण वा माहणाण छत्तए वा जाव चम्मछेयणए वा तं णो अंतोहितो बाहिं णीणेज्जा, बहियाओ वा णो अंतो पवेसेज्जा, णो सुत्तं वा णं पडिबोहेज्जा, णो तेसिं किंचि अप्पत्तियं पडिणीयं करेज्जा । ભાવાર્થ :- સ્થાનની આજ્ઞા પ્રાપ્ત થાય, ત્યારે સાધુ ત્યાં રહીને શું કરે? જે સ્થાનની આજ્ઞા મળી હોય, તે સ્થાનમાં રહેલા અન્ય મતાવલંબી શ્રમણો કે બ્રાહ્મણો આદિના દંડ, છત્ર યાવતુ ચર્મછેદનકાદિ ઉપકરણો પડ્યા હોય, તો તેને અંદરથી બહાર લાવે નહિ અને બહારથી અંદર મૂકે નહિ. તેમજ સૂતેલા શ્રમણ, બ્રાહ્મણાદિને જગાડે નહિ. તેઓની સાથે જરા પણ અપ્રીતિજનક કે પ્રતિકૂળ વ્યવહાર કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સાધુને સ્થાનનો અવગ્રહ (આજ્ઞા) ગ્રહણ કર્યા પછી તેમાં રહેલા અન્યમતના શ્રમણાદિ સાથે વિવેક રાખવાનું નિદર્શન છે.
જે જગ્યાએ અન્યમતના શ્રમણ કે બ્રાહ્મણ રહ્યા હોય ત્યાં સાધુને રહેવાનું થાય, તો સાધુએ વિવેક રાખવો અત્યંત જરૂરી છે. સાધુ ત્યાં રહેલા તેઓના સામાનને આઘો પાછો કરે નહિ. જો તેઓ સુતા હોય તો અવાજ કર્યા વિના શાંતિથી વિવેકપૂર્વક રહે. સાધકનું આ સામાન્ય નૈતિક કર્તવ્ય છે. નો લ જિનિ લિ અરિવું પળિયું જીરે :- તેઓને કિંચિત પણ અપ્રીતિજનક કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org