________________
| અધ્યયન-s: ઉદ્દેશક-૧
| ૨૨૧ |
આહાર, પાણી ગ્રહણ કરવા કલ્પતા નથી. તમે મારા માટે આહારાદિ તૈયાર કરીને કે રાંધી ન આપો. જો તમે મને પાત્ર આપવાની ઇચ્છા રાખતા હો, તો પાત્ર એમ જ આપો. સાધુ આ પ્રમાણે કહે છતાં પણ જો ગૃહસ્થ આહારાદિ બનાવીને, પાત્રમાં તે ભરીને આપે, તો સાધુ તે પાત્રને અપ્રાક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. વિવેચન : -
- પ્રસ્તુત સૂત્રમાં વઐષણાના અતિદેશપૂર્વક સાધુ-સાધ્વીને અનેષણીય પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે.
સાધુના નિમિત્તે પાત્રમાં કોઈપણ પ્રકારના સંસ્કાર કરે, બજારમાંથી ખરીદે, ઉછીનું લાવે આદિ અનેક વિધિ-નિષેધ આ સૂત્રમાં છે, જેમ કે- (૧) ગૃહસ્થ સાધુને થોડીવાર પછી યાવતુ એક માસ પછી આવીને પાત્રને લઈ જવાનું કહે (૨) પાત્રને તેલ, ઘી આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને આપે (૩) પાત્રને સુગંધિત પદાર્થો લગાવીને આપે (૪) ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આપે (૫) પાત્રમાં રાખેલા કંદ આદિ લીલોતરી, બીજ, ધાન્ય વગેરે કાઢીને, તેને સાફ કરીને આપે. (૬) આહારપાણી તૈયાર કરાવી તેનાથી પાત્ર ભરીને સાધુને આપવાનું કહે. આ સર્વ કથનમાં સાધુના નિમિત્તે સાવધ ક્રિયાની સંભાવના છે, તેથી ગૃહસ્થના તથાપ્રકારના વાર્તાલાપને સાંભળતાં જ સાધુ તેને પહેલાંથી જ સાવધાન કરી દે કે આવા અનેષણીય આહારયુક્ત પાત્ર મારા માટે કલ્પનીય નથી. સાધુ આધાકર્મ આદિ સર્વ દોષોથી રહિત પૂર્ણપણે નિર્દોષ રીતે પોતાની આવશ્યકતાની પૂર્તિ કરે છે. પાત્ર ગ્રહણ પૂર્વે પ્રતિલેખન :१४ सिया परो णेत्ता पडिग्गहगं णिसिरेज्जा, से पुव्वामेव आलोएज्जाआउसो ! ति वा, भइणी ! ति वा, तुमं चेव णं संतियं पडिग्गहगं अंतोअंतेणं पडिलेहिस्सामि । केवली बया- आयाणमेयं, अंतो पडिग्गहगंसि पाणाणि वा बीयाणि वा हरियाणि वा, अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा जाव जं पुव्वामेव पडिग्गहगं अंतोअंतेण पडिलेहेज्जा ।। શબ્દાર્થ - જિગા = આપે નિયંત્ર વિદ્યમાન પડિકા = પાત્ર. ભાવાર્થ-કદાચિતુ કોઈ ગૃહસ્થ પાત્રને સંસ્કારિત કર્યા વિના જ લાવીને સાધુને આપવા લાગે, તો સાધુ વિચારપૂર્વક પહેલાં જ તેને કહે કે તું આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! હું તમારા આ પાત્રનું અંદર, બહાર, ચારે બાજુથી સારી રીતે પ્રતિલેખન કરીશ, આ રીતે કહીને મુનિ ગૃહસ્થની આજ્ઞા લઈને તે પાત્રોનું અંદર-બહાર નિરીક્ષણ કરે કારણ કે તે પાત્રમાં જીવજંતુબીજ કે લીલોતરી આદિની સંભાવના હોય છે, પ્રતિલેખન કર્યા વિના પાત્ર ગ્રહણ કરવું, તે કર્મબંધનું કારણ છે, તેમ કેવળી ભગવાને કહ્યું છે. સાધુઓ માટે તીર્થકરાદિ આખ પુરુષોએ પહેલાથી જ આ પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપ્યો છે કે સાધુએ પાત્ર ગ્રહણ કરતાં પહેલાં પાત્રની અંદર, બહાર ચારે તરફ પ્રતિલેખન કરી લેવું જોઈએ. |१५ सअंडादि सव्वे आलावगा जहा वत्थेसणाए, णाणत्तं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा सिणाणादि जाव अण्णयरसि वा तहप्पगारसि थंडिल्लसि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org