________________
અધ્યયન-s: ઉદ્દેશક-૧
૨૧૯ ]
ભાવાર્થ:- બીજી પ્રતિમા આ પ્રમાણે છે કે સાધુ કે સાધ્વી સામે દેખાતા પાત્રોને જોઈને ગૃહસ્થ યાવત નોકરાણીઓ પાસેથી તેની યાચના કરે. સાધુ પાત્રને જોઈને કહે કે- હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ! કે બહેન ! તમે મને તુંબડા, લાકડા કે માટીના, આ સામે રહેલા પાત્રમાંથી કોઈ પાત્ર આપશો? આ પ્રકારના પાત્રની સ્વયં યાચના કરે કે ગૃહસ્થ સ્વયં આપે, તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. આ બીજી પ્રતિમા છે. | ९ अहावरा तच्चा पडिमा- से भिक्खू वा भिक्खूणी वा से जं पुण पायं जाणेज्जा सगइय वा वेजयतिय वा, तहप्पगार पाय सय वा जाव पडिगाहेज्जा। तच्चा पडिमा । શબ્દાર્થ :- સંસફર્થ = ગૃહસ્થનું વાપરેલું પાત્ર વનયંતવું = બે, ત્રણ, વપરાતા પાત્રમાંથી મળશે તો યમ્મિચં ચં નાના = ફેંકી દેવા યોગ્ય અમનોજ્ઞ પાત્રની યાચના કરે. ભાવાર્થ :- ત્રીજી પ્રતિમા આ પ્રમાણે છે કે સાધ કે સાધ્વી ગુહસ્થ વાપરેલા અથવા વારાફરતી વપરાતા બે-ત્રણ પાત્ર હોય, તેવા પાત્રને જાણે અને પૂર્વની જેમ સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે, તો તેને પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. આ ત્રીજી પ્રતિમા છે. |१० अहावरा चउत्था पडिमा- से भिक्खू वा भिक्खूणी वा उज्झियधम्मियं वा पायं जाएज्जा- जं च अण्णे बहवे समण-माहण-अतिहि-किवण-वणीमगा णावकंखंति, तहप्पगारं उज्झिय-धम्मियं पायं सयं वा णं जाएज्जा जाव पडिगाहेज्जा । चउत्था पडिमा ।
इच्चेयाणं चउण्हं पडिमाणं अण्णयरं पडिमं जहा पिंडेसणाए । ભાવાર્થ :- ચોથી પ્રતિમા આ પ્રમાણે છે કે સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં ફેંકી દેવા યોગ્ય પાત્રની યાચના કરે. જે પાત્રને અન્ય ઘણા શ્રમણ, બ્રાહ્મણ યાવત ભિખારી પણ ઇચ્છતા ન હોય, તેવા પાત્રની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો તેને પ્રાસુક તેમજ એષણીય જાણીને પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. આ ચોથી પ્રતિમા છે.
પિંડેષણા અધ્યયનના વર્ણન અનુસાર સાધુ કે સાધ્વી કોઈ પણ પ્રતિમાનો સ્વીકાર કરીને અહંકાર કરે નહીં કે બીજાને તુચ્છ માને નહીં. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પારૈષણા સંબંધી ચાર પ્રતિમાઓનું નિરૂપણ છે. ચારે ય પ્રતિમાઓના નામ તેમજ વિધિ વઐષણાની પ્રતિમાઓની સમાન છે– (૧) ઉદિણ (૨) પ્રેક્ષા (૩) પરિભક્તપૂર્વા અને (૪) ઉન્દ્રિતધર્મા. નિગ્રંથ સાધુ આ ચાર પ્રતિમાઓમાંથી કોઈ પણ પ્રતિમાને ગ્રહણ કરી દેઢતાપૂર્વક તેનું પાલન કરે છે. આ ચાર પ્રતિમાઓમાંથી કોઈ એકને ધારણ કરનાર મુનિ બીજા મુનિઓને તુચ્છ ન ગણે. પોતાની જાતને મહાન કે શ્રેષ્ઠ માને નહિ પરંતુ પડિમાનો સ્વીકાર કરનાર સર્વ સાધુઓ જિનાજ્ઞાના આરાધક છે; તેમ માનીને પરસ્પર સમાધિભાવ અને સભાવ રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org