________________
૨૧૮ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં જાણે કે જે વિવિધ પ્રકારના બહુ કીમતી બંધનવાળા પાત્ર છે, જેમ કે- લોખંડના બંધનવાળા યાવતુ ચર્મબંધનવાળા તથા અન્ય આ પ્રકારના બહુમૂલ્યવાન બંધન- વાળા પાત્રો છે, તો તેને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને મહામૂલ્યવાન પાત્ર તેમજ બહુ કીમતી બંધનવાળા પાત્ર ગ્રહણ કરવાનો નિષેધ છે. બહુમૂલ્યવાન પાત્ર નિષ્પરિગ્રહી સાધુ-સંન્યાસીને યોગ્ય નથી, તેવા પાત્ર ગૃહસ્થોને યોગ્ય ગણાય છે. આગમ વર્ણનો જોતા એ સ્પષ્ટ થાય છે કે સાધુ-સંન્યાસી, પરિવ્રાજક વગેરે ગૃહ ત્યાગીને લાકડા, માટી અને તુંબડા, આ ત્રણ પ્રકારના પાત્રનો ઉપયોગ કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ત્રણે જાતિના પાત્રો લઘુતા સૂચક અને સાદગીવાળા છે.
બહુમૂલ્યવાન પાત્રોમાં કે બહુમૂલ્યવાન બંધનવાળા પાત્રોની ચોરી થવાનો ભય રહે છે. સાધુને તેના પર મમત્વભાવ જાગૃત થવાથી સંગ્રહ વૃત્તિ થાય, કાચ આદિના પાત્ર તૂટી જાય, પછી તેનો ઉપયોગ થતો નથી. શંખનાં પાત્ર, હાથી દાંતનાં પાત્ર, ચર્મ પાત્ર વગેરે પાત્રો ત્રસ જીવોની હિંસાજન્ય અને દુર્લભ હોય છે. ઉપરોક્ત અનેક કારણોથી તથા સાધુ જીવનની વ્યવહાર શુદ્ધિ માટે સાધુ સૂત્રોક્ત ત્રણ પ્રકારના પાત્રનો ઉપયોગ કરે. પાત્રષણાની ચાર પ્રતિમાઓ - |७ इच्चेयाई आयतणाई उवाइकम्म, अह भिक्खू जाणेज्जा चउहि पडिमाहिं पाय एसित्तए ।
तत्थ खलु इमा पढमा पडिमा- से भिक्खू वा भिक्खुणी वा उद्दिसिय उद्दिसिय पायं जाएज्जा, तं जहा- लाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा, तहप्पगार पायं सय वा णं जाएज्जा जाव पडिगाहेज्जा । पढमा पडिमा । ભાવાર્થ-પૂર્વોક્ત દોષ સ્થાનોનું વર્જન કરીને સાધુએ ચાર પ્રતિમાઓપૂર્વક(અભિગ્રહપૂર્વક) પારૈષણા કરવી જોઈએ.
પહેલી પ્રતિમા આ પ્રમાણે છે કે સાધુ કે સાધ્વી કલ્પનીય પાત્રનું નામ લઈને યાચના કરે, જેમ કે- તુંબડાનું પાત્ર, લાકડાનું પાત્ર કે માટીનું પાત્ર, આ પ્રકારના પાત્રોમાંથી કોઈ એક જાતના પાત્રની યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો તેને પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે. આ પહેલી પ્રતિમા છે. | ८ अहावरा दोच्चा पडिमा- से भिक्खू वा भिक्खुणी वा पेहाए पायं जाएज्जा, तं जहा- गाहावई वा जाव कम्मकरी वा, से पुव्वामेव आलोएज्जा, आउसो ! ति वा, भइणी ! ति वा, दाहिसि मे एत्तो अण्णयरं पायं, तंजहालाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा, तहप्पगारं पायं सयं वा णं जाएज्जा जाव पडिगाहेज्जा । दोच्चा पडिमा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org