________________
| અધ્યયન-s: ઉદ્દેશક-૧
૨૧૭ |
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ઔદેશિક આદિ દોષયુક્ત પાત્ર ન લેવાનું કથન પિંડેષણા અને વઐષણા અધ્યયનના અતિદેશપૂર્વક કર્યું છે.
એક કે અનેક સાધર્મિક સાધુ કે સાધ્વીના ઉદ્દેશથી આરંભ-સમારંભ કરીને તૈયાર કરેલું પાત્ર પુરુષાન્તરકૃત હોય કે અપુરુષાંતરકૃત હોય, સાધુ માટે તે કલ્પનીય નથી.
જૈન-જૈનેતર શ્રમણ-બ્રાહ્મણાદિ ભિક્ષુકોની ગણના કરીને તેના ઉદ્દેશથી તૈયાર કરેલું પાત્ર પુરુષાંતરકત કે અપુરુષાંતરકત હોય તે સર્વ અકલ્પનીય છે. જે પાત્ર શ્રમણ, બ્રાહ્મણ આદિ કોઈની ગણના કર્યા વિના સામાન્ય ઉદ્દેશથી તૈયાર કરેલા હોય અને તે પાત્ર અપુરુષાંતર કત હોય, તો સાધુ માટે કલ્પનીય નથી, પરંતુ પુરુષાંતરકૃત થયા પછી તે સાધુને માટે કલ્પનીય હોય છે.
જે પાત્ર સાધુના નિમિત્તે વેંચાતા લીધા હોય, ઉધાર લીધા હોય, કોઈ પાસેથી ઝૂંટવીને લીધા હોય, પાત્રને ધોયા હોય, તેમાં રંગ-રોગાન કર્યા હોય, ઘસીને સુંવાળા કર્યા હોય, સુગંધી દ્રવ્યોથી સંસ્કારિત કર્યા હોય વગેરે કોઈપણ પ્રકારે સાધુના નિમિત્તે પાત્રને સંસ્કારિત કર્યા હોય, તો તે સાધુ માટે કલ્પનીય નથી.
તે પાત્ર પુરુષાંતરકત થઈ જાય અર્થાત્ સાધુ માટે ખરીદેલા પાત્ર કોઈને આપી દીધા હોય, કોઈએ તેનો ઉપયોગ કરી લીધો હોય, તો તે પાત્રને સાધુ પોતાની આવશ્યકતા પ્રમાણે ગ્રહણ કરી શકે છે. મૂલ્યવાન પાત્ર ગ્રહણ નિષેધઃ
५ से भिक्खू वा भिक्खुणी वा से जाइं पुण पायाइं जाणेज्जा विरूवरूवाई महद्धणमुल्लाइं, तं जहा- अयपायाणि वा तउपायाणि वा तंबपायाणि वा सीसगपायाणि वा हिरण्णपायाणि वा सुवण्णपायाणि वा रीरियपायाणि वा हारपुडपायाणि वा मणि-काय-कंसपायाणि वा संखसिंगपायाणि वा दंतपायाणि वा चेलपायाणि वा सेलपायाणि वा चम्मपायाणि वा; अण्णयराई वा तहप्पगाराई विरूवरूवाइ महद्धणमुल्लाइ पायाई अफासुयाई जाव णो पडिगाहेज्जा । શબ્દાર્થ :- પાણિ = લોખંડના પાત્ર તરપાgિ = કથીરના પાત્ર રિપણિ = પીત્તળ ના પાત્ર હીરપુડપાયાણિ = પોલાદના પાત્ર મળTયસ પાયાણિ = મણિ, કાચ અને કાંસાના પાત્ર. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં જાણે કે લોખંડનાં પાત્ર, કથીરનાં પાત્ર, ત્રાંબાનાં પાત્ર, સીસાનાં પાત્ર, ચાંદીનાં પાત્ર, સુવર્ણનાં પાત્ર, પિત્તળનાં પાત્ર, લોખંડ વિશેષનાં(પોલાદના) પાત્ર, મણિ, કાચ અને કાંસાનાં પાત્ર, શંખ અને શીંગડાનાં પાત્ર, હાથી દાંતનાં પાત્ર, વસ્ત્રનાં પાત્ર, પથ્થરનાં પાત્ર, ચર્મનાં પાત્ર છે તથા અન્ય પણ આવા પ્રકારના વિવિધ અતિ કીમતી પાત્રોને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહિ. | ६ से भिक्खू वा भिक्खूणी वा से जाइं पुण पायाइं जाणेज्जा विरूवरूवाई महद्धणबंधणाई, तं जहा- अयबंधणाणि वा जाव चम्मबंधणाणि वा, अण्णयराई वा तहप्पगाराइं महद्धणबंधणाई अफासुयाइं जाव णो पडिगाहेज्जा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org