________________
૨૧૬ |
શ્રી આચારાંગ સૂત્ર: વિતીય શ્રુતસ્કંધ
દઢ સંઘયણવાળા સાધુ એક જ પ્રકારના એટલે લાકડાના કે માટીના અથવા ક્યારેક તુંબડાના તેમ કોઈ પણ એક પ્રકારના જ પાત્ર ધારણ કરી શકે છે.
વ્યાખ્યામાં પર્વ થાળ – સૂત્રમાં “પુ' શબ્દને સંખ્યાવાચી ગણીને તેની વ્યાખ્યા કરી છે. એક પાત્ર રાખવાનું સૂત્રોક્ત કથન જિનકલ્પી સાધુને માટે છે. સ્થવિર કલ્પી સાધુઓ ઓછામાં ઓછા ત્રણ પાત્ર રાખે છે.
સાધુ પોતાની શારીરિક શકિત, સંયોગ આદિનો વિચાર કરીને ક્રમશઃ વૃત્તિસંક્ષેપ કરતા સાધુ જીવનની મર્યાદાથી ઉપધિને ઘટાડતા જાય છે. પાત્ર ઊણોદરી સંબંધી આગમિક વર્ણનમાં ગણનાની અપેક્ષાએ એક કે બે પાત્ર રાખવાથી સાધુને ઊણોદરી તપ થાય છે. તથા પ્રકારનું કથન જોવા મળે છે. આ રીતે સાધુ સંખ્યાની અપેક્ષાએ અથવા જાતિની અપેક્ષાએ પોતાની મર્યાદા ઘટાડીને એક પાત્ર ધારણ કરે છે.
સાધુ-સાધ્વી આહાર, પાણી, વસ્ત્રની જેમ પાત્રની ગવેષણા માટે પણ બે ગાઉ સુધી જ જઈ શકે છે. તેનાથી વધુ દૂરના ક્ષેત્રમાં પાત્ર પ્રાપ્ત થાય, તેમ હોય અને પાત્રની આવશ્યકતા હોય, તો સાધુ વિહાર કરીને વિચરણ કરતાં ત્યાં જઈ શકે છે. દોષયુક્ત પાત્ર ગ્રહણ નિષેધ:| ३ जे भिक्खू वा भिक्खुणी वा से जं पुण पायं जाणेज्जा- अस्सिपडियाए एगं साहम्मियं समुहिस्स पाणाई जहा पिंडेसणाए चत्तारि आलावगा। पंचमो बहवे समण-माहण पगणिय-पगणिय तहेव । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં જાણે કે ગૃહસ્થ નિગ્રંથ સાધુને આપવાના હેતુથી એક સાધર્મિક સાધુના લક્ષ્ય પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વોનો સમારંભ કરી પાત્ર તૈયાર કર્યું છે; તે પાત્ર ઔદેશિકસાધુ માટે બનાવેલું, કીત—સાધુ માટે ખરીદેલું, પ્રામિત્ય– ઉધાર લાવેલું, અચ્છેદ્ય– બળજબરીથી ઝૂંટવીને લાવેલું, અનિસૃષ્ટ માલિકની આજ્ઞા વિનાનું, અભ્યાહત- સામેથી લાવેલું છે અને તે અપુરુષાંતરકૃત થાવત્ અનાસેવિત હોય, તો સાધુ તેને અપ્રાસુક અને અષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ.
આ રીતે એક કે અનેક સાધુ અને એક કે અનેક સાધ્વીના ઉદ્દેશથી તૈયાર કરેલા પાત્ર સાધુ ગ્રહણ ન કરે. આ ચારે આલાપક પિંડેષણાની જેમ જાણવા અને પાંચમો આલાપક ઘણા શ્રમણો, બ્રાહ્મણોને ગણી ગણીને તૈયાર કરાવવાના વિષયમાં જાણવો. | ४ से भिक्खू वा भिक्खुणी वा जाव बहवे समण-माहण समुद्दिस्स एवं जहा पिंडेसणाए जाव पुरिसंतरकडं पडिगाहेज्जा । तहेव असंजए भिक्खुपडियाए कीय वा, एवं वत्थेसणा आलावओ जाव पुरितरकडं पडिग्गाहेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં જાણે કે ગૃહસ્થ ઘણા જૈનેતર શ્રમણ, બ્રાહ્મણ આદિના સમુચ્ચય લક્ષ્ય પાત્ર બનાવ્યા છે, તે સર્વ આલાપક વઐષણાની સમાન સમજી લેવા જોઈએ યાવતું પુરુષાંતરકૃત હોય તો ગ્રહણ કરી શકે છે. તેમજ ગૃહસ્થ સાધુ માટે પાત્ર ખરીદીને લાવ્યા હોય વગેરે આલાપક પણ વઐષણાની સમાન જાણવા યાવતુ પુરુષાંતરકૃત હોય તો ગ્રહણ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org