________________
| અધ્યયન-૫ઃ ઉદ્દેશક-૨
[ ૨૧૩]
કરીને પરડે નહીં, મારું વસ્ત્ર જૂનું થઈ ગયું હોવાથી લોકોને ગમતું નથી, તેમ વિચારીને વસ્ત્રમાં ફેરફાર કરે નહીં. પોતાની પાસે જેવા વસ્ત્રો હોય, તે વસ્ત્રોને તે જ રૂપે ધારણ કરે.
જંગલના માર્ગે વિહાર કરતાં રસ્તામાં ચોર વસ્ત્ર લઈ લેશે તેવા ભયથી સાધુ માર્ગ બદલે નહીં. તે જ રસ્તે જતાં ચોર રસ્તામાં મળી જાય અને વસ્ત્ર માંગે, તો વસ્ત્ર ચોરના હાથમાં આપે નહીં પરંતુ નીચે મૂકી દે. વસ્ત્ર પાછા માંગવા માટે ચોર પાસે જરા માત્ર લાચારી કે ખુશામત કરે નહીં, પરંતુ ચોરને ધર્મોપદેશ આપી, સાધુચર્યાના નિયમો સમજાવીને વસ્ત્ર પાછા આપવાનું કહે.
સુત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સાધુને માટે વસ્ત્ર કેવળ સંયમ સાધનાને માટે છે, તેથી સાધુ કોઈ પણ પરિસ્થિતિમાં વસ્ત્રમાં મમત્વભાવ કરે નહીં. હંમેશાં નિર્ભયપણે, નિર્મમત્વભાવે ખુમારીપૂર્વક સંયમનું પાલન કરે. ઉપસંહાર:|७ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ વઐષણા સંબંધી વિવેક તે સાધુ-સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
તે અધ્યયન-પ/ર સંપૂર્ણ
હિં પાંચમું અધ્યયન સંપૂર્ણ છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org