________________
૨૧૨ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
धारेत्तए वा परिहरेत्तए वा ? थिरं वा णं संतं णो पलिच्छिदिय पलिच्छिंदिय परिट्ठवेज्जा जहा मेयं वत्थं पावगं परो मण्णइ । परं च णं अदत्तहारिं पडपहे पेहाए तस्स वत्थस्स णियाणाए णो तेर्सि भीओ उम्मग्गेणं गच्छेज्जा जाव अप्पुस्सुए जाव तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । શબ્દાર્થ - પરં v = અને કોઈ સત્તહારિ = ચોર(આપ્યા વિના લેનારા) તા વસ્થ = તે વસ્ત્રને શિયાળા = રાખવા માટે. ભાવાર્થ-સાધુ કે સાધ્વી સુંદર વર્ણવાળા વસ્ત્રને ખરાબ કરે નહિ તેમજ ખરાબ વસ્ત્રને સુંદર કરે નહિ. મને બીજું સારું વસ્ત્ર મળી જશે એમ વિચારીને પોતાના જુના વસ્ત્રો કોઈ બીજા સાધુને આપે નહિ. કોઈની પાસેથી વસ્ત્ર ઉધાર લે નહિ. પોતાના વસ્ત્રની અદલાબદલી કરે નહિ. બીજા સાધુ પાસે જઈને એમ પણ કહે નહિ- હે આયુષ્યમાન શ્રમણ ! શું તમે મારા વસ્ત્ર ધારણ કરવા, પહેરવા ઇચ્છો છો ? મારા આ વસ્ત્રને બીજા લોકો ખરાબ માને છે, તેમ વિચારીને(તે કારણથી) વસ્ત્રના ટુકડા કરીને પરઠે નહીં.
તે ઉપરાંત જો સાધુ પાસે મનોજ્ઞ વસ્ત્ર હોય તો રસ્તામાં સામે આવતા ચોરોને જોઈને તે વસ્ત્રની રક્ષા માટે ચોરોથી ભયભીત થઈ સાધુ ઉન્માર્ગમાં જાય નહિ, પરંતુ જીવન-મરણ પ્રત્યે હર્ષ-શોકથી મુક્ત બની યાવતું સમાધિભાવ સાથે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. | ५ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से विहं सिया, से ज पुण विहं जाणेज्जा- इमसि खलु विहसि बहवे आमोसगा वत्थपडियाए सपिडिया गच्छेज्जा जाव गामाणुगाम दूइज्जेज्जा । ભાવાર્થ :- ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ કે સાધ્વી રસ્તામાં આવતા અટવી-જંગલ અને તે રસ્તાના વિષયમાં જાણે કે આ જંગલમાં ઘણા ચોરો વસ્ત્ર લૂંટવા માટે એકઠા થઈને આવે છે, તો તે સાધુ તેનાથી ડરીને ઉન્માર્ગમાં જાય નહિ યાવતું સમાધિ ભાવમાં સ્થિર બની યતનાપૂર્વક રામાનુગ્રામ વિચરણ કરે.
६ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से आमोसगा संपिंडिया गच्छेज्जा, ते णं आमोसगा एवं वएज्जा आउसंतो समणा ! आहरेयं वत्थं, देहि, णिक्खिवाहि, जहा इरियाए, णाणत्तं वत्थपडियाए । ભાવાર્થ :-ગ્રામાનુગ્રામ વિચરણ કરતા સાધુ-સાધ્વીને રસ્તામાં ચોર મળે અને કહે કે- હે આયુષ્યમાન શ્રમણ ! તમારા આ વસ્ત્ર લાવો અને અમારા હાથમાં સોંપી દો કે અમારી સામે રાખી દો. ત્યારે સાધુ વસ્ત્રને ભૂમિ પર રાખી દે પરંતુ ચોરના હાથમાં આપે નહીં, દીનતાપૂર્વક વસ્ત્ર પાછા માંગે નહીં, જો વસ્ત્ર પાછા લેવા હોય, તો ધર્મોપદેશ આપીને લે. આ સર્વ વર્ણન ઇર્યા અધ્યયન(ત્રીજા અધ્યયન) પ્રમાણે જાણવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વિવિધ પરિસ્થિતિઓમાં વસ્ત્ર પ્રતિ અનાસક્ત ભાવ રાખવાનું સૂચન કર્યું છે. - સાધુ લજ્જાના નિવારણ માટે અનાસક્ત ભાવે વસ્ત્ર ધારણ કરે છે તેથી વસ્ત્રના રંગ પરિવર્તન વગેરે કોઈપણ સંસ્કાર કરે નહીં, નવા વસ્ત્રના અનુરાગથી જૂના વસ્ત્રો કોઈને આપે નહીં, તેના ટુકડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org