________________
| અધ્યયન-૫ઃ ઉદ્દેશક-૨
[ ૨૧૧ ]
પાછું આપવાની શરતે) આપે નહિ, તેમજ અદલા બદલી પણ કરે નહિ તથા બીજા પાસે જઈને કહે આયુષ્યમાન શ્રમણ ! તમે આ વસ્ત્રને ધારણ કરવા ઇચ્છો તો ધારણ કરો” એમ કહે નહિ. તે વસ્ત્ર ટકાઉ હોવાથી તેના ટુકડે ટુકડા કરીને પરઠે નહીં, પરંતુ જે સાધુથી વસ્ત્ર ખરાબ થયું છે, તે સાધુને જ આપી દે, પરંતુ પોતે તેનો સ્વીકાર કરે નહિ.
કોઈ એક સાધુ આ પ્રકારની વાત સાંભળી તેના મનમાં વિચાર કરે કે કેટલાક શ્રમણો એવા હોય છે કે તેની પાસેથી કોઈ સાધુ થોડા સમય માટે વસ્ત્ર માંગીને લઈ જાય અને તે વસ્ત્ર ખરાબ થવાથી કે ફાટી જવાથી વસ્ત્ર પાછું આપવા છતાં તે વસ્ત્ર પાછું લેતા નથી, પરંતુ વસ્ત્ર ખરાબ કરનારને જ પાછું આપી દે છે. તો હું પણ થોડા સમય માટે તે સાધુઓ પાસેથી પ્રાતિહારિક મનગમતા વસ્ત્રની યાચના કરું કાવત્ પાંચ દિવસ પત અન્ય કોઈ ગામાદિમાં નિવાસ કરીને ફરી અહીં આવી જઈશ. તે વસ્ત્ર ગંદુ થઈ જવાથી મારું જ થઈ જશે.આ પ્રમાણે વિચાર કરીને જો સાધુ બીજા સાધુ પાસેથી પાઢીહારા વસ્ત્રને ગ્રહણ કરે તો તે માયાસ્થાનનો સ્પર્શ કરે છે અર્થાત્ તેને માયાનો દોષ લાગે છે, માટે સાધુએ આ પ્રમાણે કરવું જોઈએ નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પાઢિયારા વસ્ત્રને પાછું આપતા સાધુ કઈ રીતે માયા-કપટ કરે છે તે વિષયનું કથન છે.
અધ્યયન- ૫/૧ ના કથનાનુસાર સાધુ પોતાના વસ્ત્ર કે કંબલ ગૃહસ્થ પાસેથી અમુક સમય માટે અર્થાત્ પ્રાતિહારિક રૂપે ગ્રહણ કરતા નથી, તેથી જ સૂત્રમાં સાધુ કે સાધ્વીનું કથન ન હોવા છતાં પણ સાધુ પોતાના સાંભોગિક અન્ય સાધુ પાસેથી પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરે છે, તે પ્રમાણે સમજવું જોઈએ. પડિહરિવં વત્થ - પ્રાતિહારિક વસ્ત્ર. ક્યારેક ઠંડી વગેરે ઋતુમાં સાધુને અધિક વસ્ત્રની આવશ્યકતા હોય અને ગૃહસ્થ પાસે યાચના કરવા છતાં નિર્દોષ વસ્ત્રની પ્રાપ્તિ થતી ન હોય, ત્યારે સાધુ બે-ચાર દિવસ માટે પોતાના અન્ય સાંભોગિક સાધુ પાસેથી પાછું આપવાનું વચન આપીને વસ્ત્ર ગ્રહણ કરે છે. તેને અહીં પ્રાતિહારિક વસ્ત્ર કહ્યું છે.
અન્ય સાધુ પાસેથી વસ્ત્ર ગ્રહણ કરીને વસ્ત્ર ગ્રહણ કરનાર સાધુ વિહાર કરીને અન્યત્ર જાય, ત્યાં વસ્ત્રને વાપરતાં કે અન્ય કોઈ કારણથી તે વસ્ત્ર ફાટી જાય, તેમાં ડાઘા પડી જાય અને તે વસ્ત્ર બગડી જાય, ત્યાર પછી તે સાધુ પાછા આવીને વસ્ત્ર પાછું આપવા જાય ત્યારે વસ્ત્રના માલિક સાધુ તે બગડેલા વસ્ત્રને સ્વીકારે નહીં અને તે વસ્ત્ર સાધુને જ પાછું આપે, તો આ રીતે ગચ્છમાં સાધુઓના પરસ્પરના વ્યવહારમાં એકાદ-બે વાર આવા પ્રસંગો બને, તે જોઈને કોઈ સાધુ બીજાનું વસ્ત્ર લઈ લેવાની વૃત્તિથી અન્ય સાધુ પાસેથી પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરે, તો તે સાધુ માયાસ્થાનનું સેવન કરે છે કારણ કે પ્રાતિહારિક વસ્ત્ર ગ્રહણ કરવામાં સાધુની જરૂરિયાત નથી, પરંતુ કોઈના વસ્ત્રને પોતાનું બનાવવાની માયાવી વૃત્તિ છે. સાધક જીવનમાં તથા પ્રકારની માયાવી પ્રવૃત્તિ સર્વથા અયોગ્ય છે. વસ્ત્રમાં અનાસક્ત ભાવ:|४ से भिक्खू वा भिक्खुणी वा णो वण्णमंताई वत्थाई विवण्णाई करेज्जा, विवण्णाई वत्थाई णो वण्णमंताई करेज्जा, अण्णं वा वत्थं लभिस्सामि त्ति कटु णो अण्णमण्णस्स देज्जा, णो पामिच्चं कुज्जा, णो वत्थेण वत्थपरिणामं करेज्जा, णो परं उवसंकमित्तु एवं वएज्जा- आउसंतो समणा ! अभिकंखसि मे वत्थं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org