________________
અધ્યયન-૫ઃ ઉદ્દેશક-
૨૦૯ |
સંયમશીલ સાધુનું લક્ષ આત્મ વિશુદ્ધિનું જ હોય છે. તે સાધનામાં સહાયક શરીરનું પોષણ કરવા નિર્દોષ આહાર કરે છે. તે જ રીતે ફક્ત લજ્જા નિવારણ માટે તેમજ સાધનામાં સહાયક દેહના રક્ષણ માટે સંયમ જીવનની સમાચારી અનુસાર મર્યાદિત વસ્ત્રો ધારણ કરે છે, તેથી ગૃહસ્થને ત્યાંથી નિર્દોષ અને એષણીય તથા પોતાના ઉપયોગમાં આવી શકે, તેવા યોગ્ય વસ્ત્રની યાચના કરે અને તે વસ્ત્રને તત્કાલ ધોવા વગેરે ક્રિયાઓ કર્યા વિના ધારણ કરે. વસ્ત્રો સાથે વિહારાદિ :
२ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसिउकामे सव्वं चीवरमायाए गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा, एवं बहिया वियारभूमि वा विहारभूमि वा गामाणुगामं वा दूइज्जेज्जा ।
अह पुण एवं जाणेज्जा तिव्वदेसियं वा वासं वासमाणं पेहाए, तिव्वदेसियं वा महियं सण्णिवयमाणिं पेहाए, महावाएण वा रयं समुधुयं पेहाए, तिरिच्छं संपाइमा वा तसा पाणा संथडा सण्णिवयमाणा पेहाए, से एवं णच्चा णो सव्वं चीवरमायाए गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमेज्ज वा पविसेज्ज वा बहिया वियारभूमि वा विहारभूमि वा णिक्खमेज्ज वा पविसेज्ज वा गामाणुगाम वा दूइज्जेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જો ગૃહસ્થના ઘરે આહાર પાણી લેવા જવાની ઇચ્છા કરે તો તે(તયોગ્ય) આવશ્યક સર્વ વસ્ત્રો સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે અને ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે. તે જ રીતે સ્વાધ્યાય ભૂમિ કે સ્પંડિલ ભૂમિમાં જાય ત્યારે પણ (તદ્યોગ્ય) સર્વ ઉપયોગી વસ્ત્રોને સાથે લઈને જાય અને ગ્રામાનુગ્રામ વિહાર કરે, ત્યારે સાધુ વસ્ત્રાદિ પોતાની સર્વ ઉપધિ લઈને જ ગ્રામાનુગ્રામ વિહાર કરે.
જો સાધુ કે સાધ્વી એમ જાણે કે થોડો કે વધુ વરસાદ વરસી રહ્યો છે, થોડી કે વધુ ઝાકળ કે ધુમ્મસ વરસી રહી છે, વાવાઝોડાના કારણે સંપૂર્ણ આકાશમાં ધૂળ છવાઈ ગઈ છે, તિરછા ઉડનારા જીવ-જંતુઓ વિપુલ માત્રામાં એક સાથે ભેગા થઈને ચારે બાજુ ઉડી રહ્યા છે, પડી રહ્યા છે. આ પ્રકારના વાતાવરણને જાણીને સાધુ આવશ્યક સર્વ વસ્ત્રોને સાથે લઈને ગૃહસ્થના ઘરમાં ગોચરી લેવા માટે પ્રવેશ કરે નહીં કે બહાર નીકળે નહીં, તે જ રીતે ઉપરોક્ત સ્વાધ્યાય ભૂમિમાં કે સ્થડિલ ભૂમિમાં જાય નહીં અને ગ્રામાનુગ્રામ વિહાર કરે નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને બહાર જતી વખતે પોતાના સર્વ આવશ્યક વસ્ત્રોને સાથે લઈને જવાનું કથન છે.
સાધુ ગોચરી વગેરે કાર્ય માટે ઉપાશ્રયની બહાર જાય, ત્યારે પોતાની વેશભૂષા અનુસાર વ્યવસ્થિત વસ્ત્રો ધારણ કરીને જાય, તે ઉપરાંત પોતાની આવશ્યકતા અનુસાર વસ્ત્રો સાથે લઈને જાય, જેમ કે ગોચરી જાય, ત્યારે તદુયોગ્ય જોળી આદિ ઉપકરણો સાથે લઈ જવા જરૂરી છે અને જ્યારે એક ગામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org