________________
| ૨૦૧૮ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
છ999ને પાંચમું અધ્યયનઃ બીજો ઉદ્દેશક
વસ્ત્રધારણની વિધિઃ| १ से भिक्खू वा भिक्खुणी वा अहेसणिज्जाई वत्थाई जाएज्जा, अहापरिग्गहियाई वत्थाई धारेज्जा, णो धोएज्जा, णो रएज्जा, णो धोयरत्ताई वत्थाई धारेज्जा, अपलिउंचमाणे गामंतरेसु, ओमचेलिए । एयं खलु वत्थधारिस्स सामग्गियं । શબ્દાર્થ - કવિના = વસ્ત્રને છુપાવ્યા વિના મતિ - અલ્પવસ્ત્ર. ભાવાર્થ સાધુ કે સાધ્વી યથાયોગ્ય ઉપયોગમાં આવે તેવા એષણીય વસ્ત્રોની યાચના કરે, પછી તે વસ્ત્રો જોવા મળ્યા હોય, તેવા જ ધારણ કરે પરંતુ ગ્રહણ કરેલા તે વસ્ત્રોને વાપર્યા પહેલાં ધૂએ નહીં કે ગળી વગેરે નાંખીને રંગે નહીં, પરંતુ ધોયા વિનાના અને રંગ્યા વિનાના વસ્ત્ર પહેરે. અલ્પ અને સાધારણ વસ્ત્રોને છુપાવ્યા વિના સમભાવપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે. આ વસ્ત્રધારી સાધુની સંયમ સામગ્રીસમાચારી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને વસ્ત્રધારણ કરવાની સામાન્ય વિધિનું કથન છે.
સામાન્ય રીતે સાધુ સંયમી જીવનને અનુકૂળ અલ્પમૂલ્યવાન, સાદા નિર્દોષ અને એષણીય વસ્ત્રની યાચના કરે છે. નો થોm નો પુન:- ધુએ નહીં, રંગે નહીં, વસ્ત્રની યાચના કરતા સમયે સાધુ પોતાની આવશ્યકતા અને અનુકૂળતાને લક્ષમાં રાખીને ઉપયોગમાં આવે તેવા યોગ્ય વસ્ત્રની જ ગવેષણા કરીને ગ્રહણ કરે છે. જો વસ્ત્ર અત્યંત મેલું હોય, રંગના ડાઘા પડી ગયા હોય, સાધુને પહેરવા યોગ્ય ન હોય, તો વસ્ત્ર ગ્રહણ કર્યા પછી તુરંત સાધુને વસ્ત્ર ધોવાની કે ડાઘ દૂર કરવા અથવા ડાઘ ન દેખાય તે માટે ગળી આદિ રંગીન પદાર્થો નાંખવા પડે છે. આવા કોઈ પણ પ્રકારના પરિકર્મ કે પ્રક્રિયા કરવી ન પડે તેવા વસ્ત્ર સાધુએ નિરીક્ષણ અને પરીક્ષણ કરીને લેવા જોઈએ. વસ્ત્રનો વપરાશ કરતાં ધોવાની અત્યંત આવશ્યકતા લાગે, તો સ્થવિરકલ્પી સાધુ ગુરુ આજ્ઞાથી પોતાની સમાચારી પ્રમાણે વિવેકપૂર્વક તેને સાફ કરી શકે છે, વિભૂષાની દૃષ્ટિએ સાધુને વસ્ત્ર ધોવા કલ્પતા નથી.
શોભા શણગારની વૃત્તિથી વસ્ત્રને ધોવાની, ગળી આદિ દ્રવ્યો નાંખવાની પ્રવૃત્તિઓ બાશિક છે, તે સાધુના સંયમને દૂષિત કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં બ્રહ્મચર્યની રક્ષા માટે વિભૂષા વૃત્તિને તાલપુટ વિષની ઉપમા આપી છે, તેથી સંયમી જીવનના અમૂલ્ય સમયને દેહવિભૂષામાં બગાડ્યા વિના સાધુ સ્વાધ્યાય- ધ્યાનમાં લીન રહે. પડ્યું હતુ વત્થધારિરસ સામજા :- શાસ્ત્રોક્ત નિયમાનુસાર વિવેકપૂર્વક, વસ્ત્રને ધારણ કરવા, તે વસ્ત્રધારી સાધુની સામગ્રી એટલે સંયમ સમાચારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org