________________
અધ્યયન-૫ઃ ઉદ્દેશક-૧
૨૦૭ |
સ્થાનમાં જીવ વિરાધના કે સંયમ વિરાધના થતી હોય કે સંયમ જીવનની વ્યવહાર શુદ્ધિ જળવાતી ન હોય, તેવા સ્થાનમાં સાધુ વસ્ત્ર સૂકવે નહીં.
કપડા સૂકવવાની આવશ્યકતા હોય ત્યારે અચેત નિર્દોષ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને વાયુકાયના જીવોની વિરાધના ન થાય તે રીતે યતનાપૂર્વક કપડા સૂકવે.
ઊંચું કોઈ પણ સ્થાન જો મજબૂત હોય, ચલિત ન હોય, તેના પર ચઢવા-ઉતરવાની સરળતા હોય, સાધુને પડી જવાનો ભય ન હોય, તો ત્યાં યતનાપૂર્વક સૂકવી શકે છે. ३० एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए सामग्गिय । जं सव्वेटेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ વઐષણાની શુદ્ધિ તે સાધુ-સાધ્વીની આચાર સમગ્રતા અર્થાત્ સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
અધ્યયન-પ/૧ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org