________________
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
२७ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारं वत्थं कुलियंसि वा भित्तिंसि वा सिलंसि वा लेलुंसि वा अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए जाव णो आयावेज्ज वा पयावेज्ज वा ।
૨૦૬
શબ્દાર્થ:- રુલિલિ = માટી કે છાણની દિવાલ ઉપર મિiિત્તિ = ઈટ, ચૂનાની ભીંત ઉપર સિiસિ = શિલા ઉપર લેતુંત્તિ = શિલાખંડ અથવા પત્થરના ટુકડા ઉપર.
ભાવાર્થ :-સાધુ કે સાધ્વી વસ્ત્રને થોડું કે વધારે સૂકવવા ઇચ્છે તો માટી, છાણની દીવાલ ઉપર, ઈટ ચૂનાની દિવાલ પર, શિલા પર, શિલાના ટુકડા ઉપર કે અન્ય કોઈ પણ તથાપ્રકારની ઊંચી જગ્યા જે સારી રીતે બાંધેલ ન હોય યાવત્ ડગમગતી હોય ત્યાં સૂકવે નહિ.
२८ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारं वत्थं खंधंसि वा मंचंसि वा मालंसि वा पासायंसि वा हम्मियतलंसि वा अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए जाव णो आयावेज्ज वा णो पयावेज्ज વા ભાવાર્થ - · સાધુ કે સાધ્વી વસ્ત્રને તડકામાં થોડું કે વધારે સૂકવવા ઇચ્છે તો તે વસ્ત્રને થાંભલા ઉપર, વાંસના તૈયાર કરેલા મંચ ઉપર, ઉપરના માળે અથવા મહેલ ઉપર, હવેલીની છત ઉપર, તેવા પ્રકારના કોઈ પણ ઊંચા સ્થાન પર જે અસ્થિર બંધનવાળા યાવત્ ડગમગતા હોય ત્યાં સૂકવે નહીં.
२९ से तमादाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अहे झामथंडिल्लंसि वा जाव अण्णयरंसि वा तहप्पगारंसि थंडिल्लंसि पडिलेहिय-पडिलेहिय पमज्जिय पमज्जिय तओ संजयामेव वत्थं आयावेज्ज वा पयावेज्ज वा ।
ભાવાર્થ :-સાધુ કે સાધ્વીને વસ્ત્ર સૂકવવાની આવશ્યકતા હોય તો તે એકાંતમાં જાય અને અચિત્ત થયેલી ભૂમિ યાવત્ અન્ય પણ તેવા પ્રકારની બીજી કોઈ પણ અચિત્ત ભૂમિનું સારી રીતે પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને યતનાપૂર્વક તે વસ્ત્રને થોડા કે વધારે તડકામાં સૂકવે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને વસ્ત્ર ક્યાં સૂકવવા અને ક્યાં ન સૂકવવા, તે વિષયનું વિધિ અને નિષેધથી કથન કર્યું છે– (૧) જે સ્થાન સચેત હોય અને જીવોથી વ્યાપ્ત હોય, યથા– સચેત પૃથ્વી, પાણીથી ભીની જગ્યા; ઘાસ, ફૂલ, ધાન્ય કણો વગેરે પડયા હોય તેવી જગ્યા અથવા કીડી મંકોડા આદિ ત્રસ જીવોથી વ્યાપ્ત હોય તે સ્થાનમાં જીવ વિરાધનાની સંભાવના છે.
(૨) ઠૂંઠું, ખાંડણિયો, બાજોઠ, વગેરે વસ્તુ ડગમગતી હોય; દિવાલ, શિલા, શિલા ખંડ, થાંભલો, માંચા કે છત વગેરે કોઈ પણ ઊંચી જગ્યા જે ચલિત હોય, મજબૂત ન હોય, તો તેમાં કપડા સૂકવવા જતાં કે લેવા જતાં ક્યારેક સાધુ સ્વયં પડી જાય છે ક્યારેક કપડું ઊડી જાય છે.
પૃથ્વીશિલા કે શિલાખંડમાં સજીવતાની સંભાવના છે, તેના ઉપર વસ્ત્ર સૂકવવાથી તે જીવોની વિરાધના થાય. ભીની જમીન ઉપર, વસ્ત્ર ભીના થઈ જાય, અપ્લાયના જીવોની વિરાધના થાય છે, તેથી જે
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org