________________
| અધ્યયન-૫ઃ ઉદ્દેશક-૧
| ૨૦૫ |
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી “મારું વસ્ત્ર દુર્ગધવાળું છે” એમ વિચારીને થોડા કે વધારે સુગંધિત દ્રવ્યાદિથી તેમજ ઠંડા પાણીથી કે ગરમ પાણીથી ધૂએ નહિ, આ આલાપક પણ પૂર્વવતુ જાણવો. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સાધુને સુંદર તેમજ શોભનીય દેખાવાની દષ્ટિએ સહજ પ્રાપ્ત વસ્ત્રને સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરવાનો તથા ઠંડા, ગરમ પાણીથી ધોઈને ઉજ્જવલ કરવાનો નિષેધ કર્યો છે.
સાધુ પોતાના બ્રહ્મચર્યની સુરક્ષા માટે શરીરની કે વસ્ત્રોની કોઈ પણ પ્રકારે શોભા વિભુષા કરતા નથી. વિભૂષા કરનાર સાધુ ચિકણા કર્મો બાંધે છે, તેથી સાધુ શોભા કે વિભૂષા નિમિત્તે કોઈપણ પ્રવૃત્તિ કરે નહીં. જેવા વસ્ત્ર પ્રાપ્ત થયા હોય તેને તે જ રૂપે સમભાવે ધારણ કરે.
વસ્ત્ર કોઈ પણ કારણથી અશુચિમય પદાર્થોથી ખરડાઈ ગયું હોય અથવા વસ્ત્રમાં વિવિધ પ્રકારના ડાઘા હોય કે તે અતિ મલિન હોય, તો સાધુ વિવેકપૂર્વક તેને ધોઈ શકે છે. વસ્ત્ર સૂકવવાની વિધિઃ| २५ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगार वत्थं णो अणंतरहियाए पुढवीए, णो ससणिद्धाए पुढवीए जाव संताणए आयावेज्ज वा पयावेज्ज वा । ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી વસ્ત્રને તડકામાં આતાપ, પરિતાપ આપવા અર્થાતુ સૂકવવા ઇચ્છે તો તે વસ્ત્રને સચેત પૃથ્વી ઉપર, સ્નિગ્ધ પૃથ્વી ઉપર યાવત્ કરોળીયાના જાળાવાળી પૃથ્વી ઉપર સૂકવે નહિ. २६ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा । तहप्पगारं वत्थं थूणसि वा गिहेलुगंसि वा उसुयालंसि वा कामजलंसि वा अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए दुब्बद्धे, दुण्णिक्खित्ते अणिकपे चलाचले णो आयावेज्ज वा पयावेज्ज वा ।। શબ્દાર્થ :- શૂસિક હૂંઠા ઉપરાદેશિક ઘરના દરવાજા ઉપર ૩યાતિ= ખાંડણિયા ઉપર જામગનંતિ = સ્નાન કરવાના બાજોઠ ઉપર અંતિજના = અંતરિક્ષ ભૂમિ અર્થાત્ ઊંચા સ્થાન ઉપર ઇત્તેિ = સારી રીતે બાંધેલા કે મજબૂત કરેલા ન હોય તેવા સ્થાનો ઉપર બિરે = કંપાયમાન હોય વત્તાવને = વાયુ આદિ કોઈપણ નિમિત્તથી ડોલતું હોય. ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી વસ્ત્રને તડકામાં થોડું કે વધારે સૂકવવા ઇચ્છે તો તે તથા પ્રકારના વસ્ત્રને હૂંઠા ઉપર, ઘરના દરવાજા ઉપર, ઊંબરા ઉપર, ખાંડણિયા પર, સ્નાન કરવાના બાજોઠ પર, પાટલા પર કે આવા પ્રકારના અન્ય સ્થાનો કે જે ઊંચા હોય, સારી રીતે બાંધેલા ન હોય, સારી રીતે ધરતીમાં ખોડેલા ન હોય, ડગમગતા હોય તેમજ (હીંડોળાની જેમ) ડોલતા હોય તેવા સાધનો પર વસ્ત્રને સૂકવે નહીં, વિશેષ સૂકવે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org