________________
૨૦૪ ]
શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
જે વસ્ત્ર ત્રસ કે સ્થાવર જીવોથી રહિત હોય, તે વસ્ત્ર જ સાધુ ગ્રહણ કરી શકે છે. તે ઉપરાંત સુત્રકારે અનેક વિશેષણો દ્વારા વસ્ત્રની ગ્રાહ્યતા-અગ્રાહ્યતાનું કથન કર્યું છે. (૨) અi - જે વસ્ત્ર પહેરવામાં પ્રમાણોપેત ન હોય, સાધુની આવશ્યકતા અનુસાર તેની લંબાઈ પહોળાઈ ન હોય, તો સાધુ તેનો ઉપયોગ કરી શકતા નથી. જે વસ્ત્ર પ્રમાણોપેત હોય, તે જ સાધુને ઉપયોગી થાય છે. (૨) ગથિ - અસ્થિર. જે વસ્ત્ર મજબૂત કે ટકાઉ ન હોય, જીર્ણ-શીર્ણ, તુરંત ફાટી જાય તેવું હોય, તો તે સાધુ માટે ગ્રાહ્ય નથી. જીર્ણ વસ્ત્ર લેવાથી સાધુને વારંવાર યાચના કરવી પડે છે, વારંવાર નિર્દોષ વસ્ત્રની પ્રાપ્તિ ન થાય, તો સાધુને મુસીબત થાય છે, તેથી મજબૂત અને ટકાઉ વસ્ત્ર જ સાધુ ગ્રહણ કરે છે.
મુવ :- અધ્રુવ. ગૃહસ્થ અલ્પ સમય માટે પોતાનું વસ્ત્ર વાપરવા આપે, તો તે સાધુ માટે ગ્રાહ્ય નથી, કારણ કે સાધુ માટે વસ્ત્ર પ્રાતિહારિક ઉપધિ રૂપ(પાઢીહારી) નથી, તેથી જે વસ્ત્ર ગૃહસ્થ ધ્રુવ-પાછું દેવાની શરત વિના કાયમ માટે વહોરાવે, તેવું ધ્રુવ વસ્ત્ર જ સાધુ ગ્રહણ કરે છે. (૪) ધારખિન્ન :- પહેરવા યોગ્ય ન હોય, જે વસ્ત્રમાં કોલ આદિના ડાઘા હોય, સોના-રૂપાના તારથી વેલ બુટ્ટા ભરેલા હોય, તો તથા પ્રકારના વસ્ત્ર સાધુને ધારણ કરવા યોગ્ય નથી તેથી સાધુ પોતાને પહેરવા યોગ્ય વસ્ત્રને જ ગ્રહણ કરે. (૬) રોઝત રટ્ટ - સુંદર વસ્ત્ર હોવા છતાં દાતાની કે સાધુની રુચિ ન હોય. જેમ કે ઘણીવાર સાધુને યોગ્ય વસ્ત્ર હોય પરંતુ દાતાની વહોરાવવામાં પ્રસન્નતા ન હોય, ક્યારેક સાધુને તે ગમતું ન હોય, તો સાધુ તેને ગ્રહણ ન કરે. અનેક પ્રતોમાં રોડ઼ શબ્દના સ્થાનેવ પદ છે, બંને શબ્દોનો ભાવ એક સમાન છે.
આ રીતે જે વસ્ત્ર પ્રાસુક અને એષણીય હોવાની સાથે પ્રમાણોપેત, ટકાઉ, ધ્રુવ, ધારણ કરવા યોગ્ય અને દાતા અને સાધુ બંનેની રુચિ પ્રમાણેનું હોય, તે વસ્ત્ર જ સાધુ ગ્રહણ કરે છે. વસ્ત્ર પ્રક્ષાલન વિધિઃ
२२ से भिक्खू वा भिक्खुणी वा णो णवए मे वत्थे त्ति कटु णो बहुदेसिएण सिणाणेण वा जाव पघंसेज्ज वा । શબ્દાર્થ:- વ = નવું વચ્ચે જે વસ્ત્ર નથી વહુતિપળ = થોડા કે ઘણા. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ‘મને જે વસ્ત્ર મળ્યું છે તે નવું નથી', એ પ્રમાણે વિચારીને થોડા કે ઘણા સુગંધિત દ્રવ્યો વસ્ત્ર સાથે ઘસે નહિ કે વારંવાર ઘસે નહિ અર્થાત્ તેને સુંદર બનાવવાનો પ્રયત્ન કરે નહીં.
२३ से भिक्खू वा भिक्खुणी वा णो णवए मे वत्थे त्ति कटु णो बहुदेसिएण सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा जाव पधोएज्ज वा ।। ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ‘મારું વસ્ત્ર નવું નથી' અર્થાત્ સ્વચ્છ નથી એમ વિચારીને તે મલિન વસ્ત્રને થોડા કે ઘણા, ઠંડા પાણીથી કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધોવાનો પ્રયત્ન કરે નહિ. २४ से भिक्खू वा भिक्खुणी वा दुब्भिगंधे मे वत्थे त्ति कटु णो बहुदेसिएण सिणाणेण वा तहेव सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा आलावओ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org