________________
અધ્યયન-૫ ઃ ઉદ્દેશક-૧
કરવા તેમાં વચ્ચે પુષ્પની પાંદડીઓ કે અન્ય સુગંધી દ્રવ્યો નાંખ્યા હોય તેમજ વસ્ત્રમાં વચ્ચે સુવર્ણ તારથી વેલ-બુટ્ટા ભર્યા હોય, તો તથાપ્રકારનું વસ્ત્ર સાધુને અકલ્પનીય છે.
આવા અનેક દોષોના કારણે સાધુ ગૃહસ્થ પાસેથી વસ્ત્રને ગ્રહણ કરતાં પહેલાં જ ગૃહસ્થને કહે કે તુમ ચેવ ળ સતિય વસ્થ મતો અંતે પહિતેહિસ્સામિ। “હું વસ્ત્રનું પ્રતિલેખન કરું છું ત્યાં સુધી આ વસ્ત્ર તમારી માલિકીનું જ છે. વસ્ત્રને જોયા પછી જ હું વસ્ત્ર સ્વીકારીશ. વસ્ત્રને જોયા પછી જો તે સાધુને અનુકૂળ ન હોય કે ઉપરોક્ત દોષોની સંભાવના હોય, તો તે ગૃહસ્થને પાછું આપી દે છે અને અનુકૂળ હોય, આવશ્યકતાની પૂર્તિ થઈ શકે તેમ હોય, તો જ સાધુ પુનઃ ગૃહસ્થની આજ્ઞા લઈને તેનો સ્વીકાર કરે છે. ગ્રાહ-અગ્રાહ્ય વસ્ત્ર વિવેક ઃ
१९ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जा सअंडं जाव ससंताणं तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा ।
૨૦૩
ભાવાર્થ :સાધુ કે સાધ્વી જાણે કે આ વસ્ત્ર ઈંડા યાવત્ કરોળીયાના જાળાથી યુક્ત છે, તો તથાપ્રકારના વસ્ત્રને અપ્રાસુક તેમજ અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહીં. २० सेभिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जा- अप्पंडं जाव अप्पसंताणगं अणलं अथिरं अधुवं अधारणिज्ज रोइज्जतं ण [रुच्चइ] रोएइ, तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाज्जा |
શબ્દાર્થ:અગતં = પ્રમાણમાં પૂરું નથી ઋષિર્ = જીર્ણ છે [ધ્રુવં = અલ્પ સમય માટે જ આપેલું હોવાથી અધ્રુવ છે ખ્ખુિં = પહેરવા યોગ્ય નથી રોજ્ગત = સારું વસ્ત્ર દેતા પણ ખ રોડ્ દાતાને અથવા સાધુને તેમાં રુચિ ન હોય.
ભાવાર્થ:સાધુ કે સાધ્વી જાણે કે આ વસ્ત્ર કીડી આદિના ઈંડા યાવત્ કરોળિયાના જાળાથી રહિત છે પરંતુ પ્રમાણોપેત નથી, જીર્ણ થઈ ગયું છે, ટકાઉ નથી, દાતા અલ્પ સમય માટે જ આપે છે, તે પહેરવા યોગ્ય નથી, વસ્ત્ર સારું હોવા છતાં દેવામાં દાતાની કે લેવામાં સાધુની રુચિ નથી, તો તથાપ્રકારનું વસ્ત્ર અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ ગ્રહણ કરે નહીં.
२१ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जा- अप्पंडं जाव अप्पसंताणगं; अलं थिरं धुवं धारणिज्जं रोइज्जतं रोएइ, तहप्पगारं वत्थं फासूयं जाव पडिगाहेज्जा ।
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી જાણે કે આ વસ્ત્ર કીડી આદિના ઈડા યાવત્ કરોળીયાના જાળાથી રહિત છે, જરૂરિયાતને પૂરી કરવા માટે પ્રમાણોપેત છે, જીર્ણશીર્ણ નથી, દાતાએ સાધુને હંમેશને માટે આપ્યું છે, ધારણ કરવા યોગ્ય છે, વસ્ત્ર સારું છે, દેવામાં દાતાની અને લેવામાં સાધુની રુચિ છે, તો તથાપ્રકારના વસ્ત્રને પ્રાસુક અને એષણીય જાણીને પ્રાપ્ત થાય, તો સાધુ તેને ગ્રહણ કરે છે.
વિવેચનઃ
Jain Education International
પ્રસ્તુત સૂત્રમાં સાધુને ગ્રાહ્ય-અગ્રાહ્ય વસ્ત્રના વિવેકનું નિરૂપણ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org