________________
૨૦૨ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
(૪) સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરીને આપવાનો વિચાર પ્રગટ કરે, તો તેવી પરિકર્મ ક્રિયા કરેલા વસ્ત્ર પણ સાધુને પુરુષાંતરકૃત થયા પહેલાં લેવા કલ્પતા નથી. (૫) ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આપવાનો ભાવ પ્રગટ કરે, તો તેમાં અપ્લાય આદિની વિરાધના થાય. (૬) વસ્ત્રોમાં રહેલ કંદ કે લીલોતરી આદિ સચેત પદાર્થોને કાઢીને, સાફ કરીને આપવાની ઇચ્છા પ્રગટ કરે, તેમાં વનસ્પતિકાયની વિરાધના થાય.
આ રીતે સાધુના નિમિત્તે સાવધ ક્રિયા, પૂર્વ ક્રિયા અને પશ્ચાતુ ક્રિયાદિના દોષો લાગે છે, માટે આ સૂત્રોમાં સાધુને તથા પ્રકારના અનેષણીય વસ્ત્રોનો નિષેધ કર્યો છે. વસ્ત્ર ગ્રહણ પૂર્વે પ્રતિલેખન :
१८ सिया से परो णेत्ता वत्थं णिसिरेज्जा, से पुव्वामेव आलोएज्जा- आउसो! ति वा भइणी ! ति वा तुमं चेव णं संतियं वत्थं अंतोअंतेण पडिलेहिस्सामि । केवली बूया- आयाणमेयं । वत्थंतेण उ बद्ध सिया कुंडले वा गुणे वा हिरण्णे वा सुवण्णे वा मणी वा जाव रयणावली वा पाणे वा बीए वा हरिए वा ।
अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं पुवामेव वत्थं अंतोअंतेण पडिलेहिज्जा। ભાવાર્થ:- કદાચિત તે ગૃહસ્થ સાધુને વસ્ત્ર આપી દે, તો તે પહેલા જ સાધુ વિચાર કરીને તેને કહે છે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે હે બહેન ! તમારા આ વસ્ત્રોને હું અંદર, બહાર, ચારેબાજુ ખોલીને સારી રીતે જોઈશ, તેમ કહીને તે વસ્ત્રની સારી રીતે પ્રતિલેખના કરે. કેવળી ભગવાને કહ્યું છે કે પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મબંધનું કારણ છે. કદાચિત્ તે વસ્ત્રના છેડે કાંઈ પણ બાંધેલું હોય, જેમ કે કુંડલ, દોરી, ચાંદી, સોનું, મણિરત્ન યાવત રત્નોની માળા બાંધી હોય કે કોઈ પ્રાણી, બીજ કે લીલોતરી બાંધી હોય, તેથી સાધુઓ માટે તીર્થકરાદિ આખપુરુષોએ પહેલાથી જ આ પ્રતિજ્ઞા યાવત ઉપદેશ આપ્યો છે કે સાધુ વસ્ત્ર ગ્રહણ કરે તે પહેલાં વસ્ત્રની અંદર, બહાર, ચારેબાજુથી પ્રતિલેખન કરી લે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્રગ્રહણ કરતાં પહેલાં એક વિશેષ સાવધાની તરફ સંકેત કર્યો છે.
સાધુ નિર્દોષ વસ્ત્રની યાચના કરે અને તે પ્રમાણે ગૃહસ્થ સાધુને વસ્ત્ર વહોરાવે, ત્યારે સાધુએ વસ્ત્ર ગ્રહણ કરતાં પહેલાં તેનું સર્વ પ્રકારે નિરીક્ષણ કરવું જરૂરી છે. તેના અનેક કારણો છે– (૧) સાધુને જેટલા પ્રમાણની લંબાઈ-પહોળાઈવાળા વસ્ત્રની આવશ્યકતા હોય, તેનાથી નાનું-મોટું વસ્ત્ર હોય, તો સાધુને તે નકામું થાય છે (૨) વસ્ત્રમાં જું, લીખ, માંકડ, ઉધઈ આદિ જીવ જંતુ હોય, લીલોતરી બાંધેલી હોય, તો જીવ વિરાધનાની સંભાવના છે. (૩) વસ્ત્ર અંદરના ભાગમાં બળેલું કે ફાટેલું હોય, તો તેનાથી સાધુનું પ્રયોજન સિદ્ધ થતું નથી. (૪) વસ્ત્રની ઘડીની વચ્ચે અથવા વસ્ત્રના છેડે પૈસા, સોનું, ચાંદી આદિ કીમતી વસ્તુ રાખી હોય અને સાધુ જોયા વગર ઉપાશ્રયમાં લઈ જાય, તો જોનાર અન્ય સાધુઓ કે બીજી કોઈ પણ વ્યક્તિ સાધુને બદનામ કરે અથવા પાછળથી ગૃહસ્થને યાદ આવે તો તેને પણ અફસોસ થાય. (૫) ગૃહસ્થની વસ્તુ ખોવાઈ જતાં તેને સાધુ પ્રતિ શંકા થાય છે. (૬) કોઈ વિરોધી વ્યક્તિએ કેષવશ વસ્ત્રને વિષાક્ત કર્યું હોય, તો તે પહેરતાં જ પ્રાણનો નાશ થાય છે. (૭) વસ્ત્ર સંસ્કારિત અને સુવાસિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org