________________
| અધ્યયન-૫ઃ ઉદ્દેશક-૧
૧૯૩ |
તથા ઈંડિલ ભૂમિમાં પરઠવા આદિ કાર્ય માટે ઉપાશ્રયની બહાર જાય ત્યારે પહેરવા માટે અને ચાર હાથ પહોળી એક પછેડી સમવસરણ અર્થાત્ ધર્મસભામાં પહેરવા માટે છે. ધર્મસભામાં અનેક સ્ત્રી-પુરુષો આદિ આવ્યા હોય, ત્યારે સાધ્વી પોતાના શરીરના અંગોપાંગ વ્યવસ્થિત રીતે ઢંકાઈ જાય તે રીતે અત્યંત મર્યાદાપૂર્વક બેસે છે, તેને માટે ચાર હાથ પહોળી પછેડીનું વિધાન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે અનુયોગ દ્વાર સૂત્રના આધારે ૨૪ અંગુલનો એક હાથ થાય છે, પરંતુ વસ્ત્રના માપમાં(ટબ્બા પ્રમાણે) ૨૮ અંગુલનો હાથ માપવામાં આવે છે, કારણ કે બૃહત્કલ્પ સૂત્રમાં સાધુના સંપૂર્ણ વસ્ત્રોને ત્રણ તાકા પ્રમાણ કહ્યા છે. તે તાકા ૨૮ હાથ લાંબા અને ૨૮ અંગુલ પહોળા માનવામાં આવ્યા છે. આ પ્રકારના માપથી સાધ્વીની પછેડી બે, ત્રણ અને ચાર હાથની પહોળી જાણવી. તે પછેડીઓની લંબાઈ શાસ્ત્રમાં કહી નથી, પરંતુ પહોળાઈ કરતાં લંબાઈ વધુ જ હોય તેથી પરંપરાએ ચાર હાથની પહોળી પછેડી પાંચ હાથ લાંબી હોય છે. તદનુસાર બે અને ત્રણ હાથ પહોળી પછેડી પણ આવશ્યકતાનુસાર પાંચ કે ચાર હાથ લાંબી કરી શકાય છે. અર્થાપત્તિથી સાધુ માટે પણ બહાર ગોચરી આદિ જવા યોગ્ય પછેડી ત્રણ હાથ પહોળી અને પાંચ હાથ લાંબી માનવામાં આવે છે. સાધુ પોતાની પરંપરા પ્રમાણે પછેડીનું માપ રાખે છે. સાધુ-સાધ્વીની ઉપધિ અને તેના માપ સંબંધી વિશેષ સ્પષ્ટતા નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૬માં છે. વસ્ત્રગ્રહણ કરવાની ક્ષેત્ર મર્યાદા :| २ से भिक्खू वा भिक्खुणी वा परं अद्धजोयणमेराए वत्थपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ :- સાધુ કે સાધ્વીએ વસ્ત્રની યાચના માટે અર્ધાયોજન–બે ગાઉથી દૂર જવું જોઈએ નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વસ્ત્રની યાચના માટે ક્ષેત્ર મર્યાદા બતાવી છે. સાધુ પોતાના સાધર્મી સાધુઓ સાથે જ્યાં રહે છે, તે સ્થાનથી બે ગાઉ સુધીના ક્ષેત્રમાં વસ્ત્રની યાચના કરે. શ્રી ભગવતી સૂત્ર તથા બૃહક્કલ્પ સુત્રમાં સાધુ-સાધ્વીને આહાર-પાણીની ગવેષણા માટે બે ગાઉની ક્ષેત્ર મર્યાદાનું કથન છે. અહીં વસ્ત્રની યાચના માટે પણ બે ગાઉની ક્ષેત્ર મર્યાદામાં જવાનું વિધાન છે. આ રીતે સાધુ આહાર, વસ્ત્ર, પાત્ર આદિ કોઈ પણ આવશ્યક ઉપકરણની યાચના માટે બે ગાઉ પર્વતના ક્ષેત્રમાં જઈ શકે છે. આ પ્રકારની ક્ષેત્ર મર્યાદાથી સાધુને વૃત્તિસંક્ષેપ નામના તપનો લાભ મળે છે. દૂરના ક્ષેત્રમાં જવાથી સાધુની સ્વાધ્યાય-ધ્યાનાદિ દિનચર્યામાં વિક્ષેપ થાય, પાછા વળવામાં મોડું થઈ જાય તો જલદી-જલદી ચાલવાથી સંયમ વિરાધના થાય, રાત્રિ કાળ થઈ જાય તો રાત્રિમાં ગમનાગમન સંબંધી વિરાધના થાય, આવા અનેકાનેક દોષોની સંભાવના હોવાથી સાધુ બે ગાઉ ઉપરાંતના ક્ષેત્રમાં વસ્ત્રાદિની યાચના માટે જાય નહીં. સાધુને જો દૂરના ક્ષેત્રમાં મળતા વસ્ત્રોની આવશ્યકતા હોય તો વિહાર કરીને તે ગામમાં જાય ત્યારે ત્યાંથી તે વસ્ત્રની ગવેષણા કરી શકે છે.
ઔદેશિક આદિ દોષયુક્ત વઐષણાનો નિષેધ - | ३ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण वत्थं जाणेज्जा- अस्सिपडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाई, एवं जहा पिंडेसणाए भाणियव्वं, एवं बहवे साहम्मिया, एगं साहम्मिणि, बहवे साहम्मिणीओ, बहवे समण-माहण पगणिय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org