________________
[ ૧૯૨]
શ્રી આચારાંગ સૂત્ર: વિતીય શ્રુતસ્કંધ
સાધુને પ્રારા વસ્ત્રોની છ પ્રકારની જાતિનું કથન કર્યું છે. તેમાં લોક પ્રચલિત અનેક જાતિના વસ્ત્રોનો સમાવેશ થઈ જાય છે. (૨) ગળિયું – જાંગમિક. મોદકૂળનિષ્પન્ના જંગમ-હરતા-ફરતા ઊંટ, ઘેટા આદિ પંચેન્દ્રિય પશુઓના ઊન, રૂવાટી કે ચમેથી બનેલા અથો ઊનના વસ્ત્રો તથા મૃગચમે વગેરે. (૨)બજિયં-નાનામૌવવાનો વિજ્ઞાનનિષ્પન્ન વિવિધ વિકલેન્દ્રિય જીવોની લાળથી નિર્મિત તંતુઓથી બનેલા રેશમી આદિ વસ્ત્ર. શ્રી ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજીએ ભંગિક શબ્દનો અર્થ વનસ્પતિજન્ય વસ્ત્ર કર્યો છે. અહીમ અર્થાત્ અતસી–અળસીની છાલથી બનેલા વસ્ત્ર. (૩) સાય:- સાનિકસાવન નિષ્ણના શણ-કંતાન આદિથી બનેલા વસ્ત્રો. (૪) પોd :- તાદ્યપત્રસંનિષ્પના તાડપત્ર આદિ પત્રના રેશાથી બનેલા વસ્ત્રો. () વોમિયં – ક્ષોમિક. નિરં તિ લિ. કપાસ-રૂથી બનેલા સુતરાઉ વસ્ત્રો. (૬) તૂટું - ફૂલકૃત. સવિતુર્નાનિષ્પન્ન | આકોલિયાના રૂથી બનેલા વસ્ત્રો.
શ્રી ઠાણાંગ સૂત્રમાં સાધુને ગ્રાહ્ય પાંચ પ્રકારના વસ્ત્રોનું કથન છે. તેમાં ક્ષોમિક અને તૂલકતનું કથન નથી પરંતુ તેના સ્થાને તિર પટ્ટ-લોધિની છાલથી બનેલા વસ્ત્રોનું કથન છે. ત્યાં રિય શબ્દથી સૂતરાઉ વસ્ત્રોનું ગ્રહણ કર્યું છે.
સાધુ-સાધ્વી સૂત્રોક્ત છ પ્રકારના વસ્ત્રમાંથી કોઈ પણ પ્રકારના વસ્ત્ર ધારણ કરી શકે છે. vi વલ્થ થાળા :- એક જાતના વસ્ત્રને ધારણ કરે. પ્રસ્તુત સૂત્રમાં છ જાતિના વસ્ત્રનું કથન હોવાથી પ વત્થ શબ્દ પ્રયોગમાંvii શબ્દ જાતિનો વાચક બને છે કારણ કે પડિમાધારી, જિનકલ્પી સાધુ પણ સંખ્યાની અપેક્ષાએ ત્રણ-બે કે એક વસ્ત્ર ધારણ કરી શકે છે.
તરુણ, બલવાન, નિરોગી, દઢ સંઘયણવાળા સશક્ત સાધુ હોય, તે એક જાતના જ વસ્ત્ર ધારણ કરે છે. અર્થાપત્તિથી સિદ્ધ થાય છે કે વૃદ્ધ, રોગી આદિ સાધુ પોતાની આવશ્યકતા અનુસાર એકથી વધારે જાતના અર્થાત્ સુતરાઉ, ઊનના આદિ વસ્ત્રો એકી સાથે ધારણ કરી શકે છે અને સમર્થ સાધુ એક સુતરાઉ વસ્ત્ર જ રાખે છે.
સાધુ પોતાની કલ્પ મર્યાદાથી અલ્પ વસ્ત્ર રાખીને વસ્ત્ર-ઉણોદરી તપની આરાધના કરે છે, તેથી સશક્ત સાધુ ઓછામાં ઓછી ઉપધિને સ્વીકારે છે. સાધુની વસ્ત્રમર્યાદા:- પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ગણનાની અપેક્ષાએ સાધુની વસ્ત્ર મર્યાદાનું કથન કર્યું નથી, પરંતુ પ્રશ્નવ્યાકરણ સૂત્રાનુસાર સાધુ ત્રણ પછેડી રાખી શકે છે. આચારાંગ સૂત્ર અધ્યયન-૮ અનુસાર અભિગ્રહધારી સાધુ ત્રણ, બે અને એક પછેડી રાખવાનો અભિગ્રહ ધારણ કરી શકે છે. ત્યાર પછી તેમાંથી જે પછેડી જીર્ણ થઈ જાય તેને પરઠી દે, પરંતુ નવા વસ્ત્રની યાચના શેષ કાલમાં આઠ માસ સુધી કરે નહીં, તે અભિગ્રહના કારણે પછેડી વિના રહેવાનો પ્રસંગ આવે તો અચેલ પણ રહે. અંતે ચાતુર્માસ માટે વસ્ત્રોની યાચના કરે. સાધ્વીજીની વસ્ત્ર મર્યાદા:- પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યું છે કે સામાન્ય રીતે સાધ્વી ચાર પછેડી રાખે તેમાં બે હાથ પહોળી એક પછેડી ઉપાશ્રયમાં પહેરવા માટે, ત્રણ હાથ પહોળી બે પછેડી ગોચરી જાય ત્યારે
પછેડી રાખવાનો :
જીર્ણ થઈ જાય તે
સુધી કરે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org