________________
| અધ્યયન-૫ઃ ઉદ્દેશક-૧
[ ૧૯૧]
પાંચમું અધ્યયનઃ વઐષણા
પહેલો ઉદ્દેશક
ગ્રાહ્ય વસ્ત્રોના પ્રકાર તેમજ પરિમાણ:| १ से भिक्खू वा भिक्खुणी वा अभिकखेज्जा वत्थं एसित्तए । से जं पुण वत्थं जाणेज्जा, तं जहा- जंगिय वा भंगिय वा साणयं वा पोत्तगं वा खोमियं वा तूलकडं वा, तहप्पगारं वत्थं जे णिग्गंथे तरुणे जुगवं बलवं अप्पायंके थिरसंघयणे से एगं वत्थं धारेज्जा, णो बिइयं ।
जा णिग्गंथी सा चत्तारि संघाडीओ धारेज्जा- एगं दुहत्थवित्थारं, दो तिहत्थ वित्थाराओ, एगं चउहत्थवित्थारं ।
तहप्पगारेहिं वत्थेहिं असंविज्जमाणेहिं अह पच्छा एगमेगं संसीवेज्जा । શબ્દાર્થ :- ગાવું = ચોથા આરામાં જન્મેલા ગણાય = રોગ રહિત નિરોગી થરસંકળ = દઢ શરીરવાળા રે = તે એક જાતના વલ્થ થાણા = વસ્ત્રને ધારણ કરે નો વિઠ્ય = બે જાતના વસ્ત્રને ધારણ કરે નહિ તદMITદં વર્દિ = તથા પ્રકારના વસ્ત્રો અવિનાદિં = મળે નહિ અર્થાતુ આ પ્રમાણની પહોળાઈવાળા વસ્ત્રો મળે નહિ મદ પછી = તો પછી અને સંસીવેઝ = એક વસ્ત્રને બીજા વસ્ત્ર સાથે સીવી લે. ભાવાર્થ-સાધુ કે સાધ્વી વસ્ત્રની ગવેષણા કરવાની અભિલાષા રાખતા હોય, ત્યારે વસ્ત્રના વિષયમાં જાણે કે (૧) જાંગમિક- ઘેટાં, ઊંટ આદિની ઊનથી બનેલા (૨) ભંગિક- વિકસેન્દ્રિય જીવોના શરીરથી બનેલા (૩) શણના બનેલા (૪) તાડપત્ર આદિથી બનેલા (૫) કપાસાદિથી બનેલા (૬) આકોલિયાના રૂથી બનેલા વસ્ત્રો છે, તો આ છ પ્રકારના વસ્ત્રને મુનિ ગ્રહણ કરે છે, પરંતુ જે સાધુ કે સાધ્વી તરુણ હોય, ત્રીજા કે ચોથા આરામાં જન્મેલા, બળવાન, રોગરહિત અને સ્થિર સહનનવાળા હોય, તે ઉપરોક્ત વસ્ત્રોમાંથી કોઈ એક (પ્રકારના)વસ્ત્રને ધારણ કરે, તે સિવાય બીજા પ્રકારના વસ્ત્રને ધારણ કરે નહિ.
સાધ્વીઓ સંખ્યાની અપેક્ષાએ ચાર પછેડીઓ રાખી શકે છે. તેમાં એક પછેડી બે હાથ પહોળી, બે પછેડી ત્રણ હાથ પહોળી અને એક પછેડી ચાર હાથ પહોળી હોય છે. આ પ્રમાણની પહોળાઈના વસ્ત્રો ન મળે, ત્યારે પહોળાઈ વધારવા એક વસ્ત્રને બીજા વસ્ત્ર સાથે સીવી લે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ માટે ગ્રાહ્ય વસ્ત્રોના પ્રકાર અને ધારણ કરવાની મર્યાદાનું કથન છે. સામાન્ય રીતે સાધુ અત્યંત સાદા, અહિંસક અને અલ્પમૂલ્યવાન વસ્ત્રો ધારણ કરે છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રસંગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org